ક્રિસ એવર્ટને ગર્ભાશયનું કૅન્સર

16 January, 2022 02:50 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

પરંતુ એ હજી પ્રાથમિક તબક્કામાં જ છે

ક્રિસ એવર્ટ

અમેરિકાની ભૂતપૂર્વ ટેનિસ-સ્ટાર ક્રિસ એવર્ટે કહ્યું છે કે મને ગર્ભાશયનું કૅન્સર છે, પરંતુ એ હજી પ્રાથમિક તબક્કામાં જ છે.’ ૬૭ વર્ષનાં એવર્ટે ઇએસપીએન પરના અનાઉન્સર તરીકેના એક શો દરમ્યાન આ વાત જાહેર કરી હતી. તેમને ગયા મહિને આ કૅન્સરની જાણ થઈ હતી અને તરત જ કેમોથેરપી શરૂ કરી દીધી હતી. એવર્ટ એક સમયે વર્લ્ડ નંબર વન હતાં અને તેઓ કુલ ૧૮ ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીત્યાં હતાં. તેમનાં નાનાં બહેન જીએનનું ૨૦૨૦ની સાલમાં ૬૨ વર્ષની ઉંમરે ગર્ભાશયના કૅન્સરથી મૃત્યુ થયું હતું.

sports sports news