✕

યુથ ઑલિમ્પિક્સમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા શટલર બની તન્વી પત્રી

07 November, 2026 11:40 AM IST  |  Africa | Gujarati Mid-day Correspondent

તન્વીને ગઈ કાલે ફાઇનલ મૅચમાં ચીનની વર્તમાન વર્લ્ડ જુનિયર ચૅમ્પિયન ઝાંગ યી ઝિન સામે ૧૫-૨૧, ૨૧-૧૩, ૨૪-૨૬થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ સિદ્ધિ સાથે તે એચ.એસ. પ્રણોય અને લક્ષ્ય સેન પછી યુથ ઑલિમ્પિક્સમાં મેડલ જીતનાર ભારતીય શટલર્સની લિસ્ટમાં જોડાઈ ગઈ છે.

તન્વીએ યુથ ઑલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીત્યો

સેનેગલમાં આયોજિત યુથ ઑલિમ્પિક ગેમ્સમાં ભારતની ૧૫ વર્ષની બૅડ્મિન્ટન પ્લેયર તન્વી પત્રીએ મહિલા સિંગલ્સમાં સિલ્વર મેડલ જીત્યો છે. તન્વી આ સ્પર્ધામાં બૅડ્મિન્ટન મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા બની ગઈ છે. ગઈ કાલ સુધી ભારતે વર્તમાન યુથ ઑલિમ્પિક્સમાં બે-બે સિલ્વર અને બ્રૉન્ઝ મેડલ જીત્યા હતા અને એ તમામ ટીનેજ ગર્લ્સે જીત્યા છે.

તન્વીને ગઈ કાલે ફાઇનલ મૅચમાં ચીનની વર્તમાન વર્લ્ડ જુનિયર ચૅમ્પિયન ઝાંગ યી ઝિન સામે ૧૫-૨૧, ૨૧-૧૩, ૨૪-૨૬થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ સિદ્ધિ સાથે તે એચ.એસ. પ્રણોય અને લક્ષ્ય સેન પછી યુથ ઑલિમ્પિક્સમાં મેડલ જીતનાર ભારતીય શટલર્સની લિસ્ટમાં જોડાઈ ગઈ છે.

Olympics badminton news india china sports news sports africa west africa