✕

MLBx Mumbai ઇવેન્ટમાં જોડાયા ભારતીય ક્રિકેટર્સ અને પ્રોફેશનલ બેઝબૉલ ખેલાડીઓ

26 October, 2026 05:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મેજર લીગ બેઝબૉલ (MLB) દ્વારા શનિવારે અંધેરી સ્પોર્ટ્‍સ કૉમ્પ્લેક્સમાં આવેલા મુંબઈ ફુટબૉલ અરીના ખાતે પ્રથમ વખત ‘MLBx મુંબઈ’ બેઝબૉલ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં ભારતીય ક્રિકેટરો અને પ્રોફેશનલ બેઝબૉલ ખેલાડીઓ એકસાથે જોવા મળ્યા હતા.

MLBx Mumbai

મેજર લીગ બેઝબૉલ (MLB) દ્વારા શનિવારે અંધેરી સ્પોર્ટ્‍સ કૉમ્પ્લેક્સમાં આવેલા મુંબઈ ફુટબૉલ અરીના ખાતે પ્રથમ વખત ‘MLBx મુંબઈ’ બેઝબૉલ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં ભારતીય ક્રિકેટરો અને પ્રોફેશનલ બેઝબૉલ ખેલાડીઓ એકસાથે જોવા મળ્યા હતા.
MLB ઇન્ડિયાના ઍમ્બૅસૅડર સૂર્યકુમાર યાદવની સાથે શાર્દૂલ ઠાકુર, દીપક ચાહર, કાશ્વી ગૌતમ અને રાધા યાદવ સહિતનાં ભારતીય ક્રિકેટરોએ પ્રેક્ષકોનું મનોરંજન કરવા માટે બેઝબૉલ સ્ટાર્સ સાથે મળીને ટીમો બનાવી હતી. ક્રિકેટર્સને બેઝબૉલ રમતાં જોવાનો આનંદ ચાહકોએ માણ્યો હતો.

મેન્સ એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2026માં ૨૨ નવેમ્બરે ટકરાશે ભારત અને પાકિસ્તાન

એશિયન ક્રિકેટ કાઉન્સિલે હાલમાં મેન્સ એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2026ના શેડ્યુલની જાહેરાત કરી છે. કતરના દોહામાં ૧૯થી ૨૯ નવેમ્બર દરમ્યાન આઠ ટીમો વચ્ચે વન-ડે ફૉર્મેટની આ ટુર્નામેન્ટની ટ્રોફી જીતવાની રેસ જોવા મળશે. ગ્રુપ Aમાં શ્રીલંકા, બંગલાદેશ, અફઘાનિસ્તાન, હૉન્ગકૉન્ગ અને ગ્રુપ Bમાં ભારત, પાકિસ્તાન, નેપાલ અને UAEનો સમાવેશ કરવામાં આવ્યો છે.
હૉન્ગકૉન્ગ, નેપાલ અને UAE સિવાયના દેશો પોતાની A ટીમો મોકલશે. ૨૪ નવેમ્બર સુધી દરેક ટીમ બે-બે ગ્રુપ-સ્ટેજ મૅચ રમશે. ૨૬ -૨૭ નવેમ્બરે સેમી-ફાઇનલ અને ૨૯ નવેમ્બરે ફાઇનલ મૅચ રમાશે. ગયા વર્ષે પણ આ ટુર્નામેન્ટ દોહામાં જ યોજાઈ હતી જેમાં પાકિસ્તાને ફાઇનલમાં બંગલાદેશને સુપર ઓવરમાં હરાવીને ખિતાબ જીત્યો હતો.
ભારતની ટીમ ૨૦ નવેમ્બરે નેપાલ, ૨૨ નવેમ્બરે પાકિસ્તાન અને ૨૪ નવેમ્બરે UAE સામે ટકરાશે. ભારત માત્ર ૨૦૧૩ની ઓપનિંગ સીઝનનું ટાઇટલ જ જીતી શક્યું છે. ૨૦૧૮માં શ્રીલંકા અને ૨૦૨૩માં પાકિસ્તાન સામે ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો.  

sports news sports shardul thakur cricket news andheri