૨૬ વર્ષના ભારતીય ટેનિસ સ્ટારે રચ્યો ઇતિહાસ

09 April, 2024 08:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ATP માસ્ટર્સ 1000 ટુર્નામેન્ટમાં મૅચ જીતનાર પ્રથમ ભારતીય બન્યો સુમીત નાગલ

સુમિત નાગલ

૨૬ વર્ષનો ભારતીય ટેનિસ પ્લેયર સુમીત નાગલ ગઈ કાલે ક્લે કોર્ટ પરની માસ્ટર્સ 1000 ટુર્નામેન્ટમાં મૅચ જીતનાર પ્રથમ ભારતીય બન્યો છે. ૩૮મો રૅન્ક ધરાવતા ઇટલીના માટ્ટેઓ અર્નાલ્ડીને તેણે અંતિમ બે સેટમાં હરાવ્યો હતો. નાગલ મૉન્ટે કાર્લો માસ્ટર્સમાં પ્રથમ રાઉન્ડની મૅચ ૬-૭, ૬-૨, ૬-૪થી જીત્યો હતો. ૯૫મો રૅન્ક ધરાવતો સુમીત ૧૯૭૭માં વિજય અમૃતરાજ અને ૧૯૮૨માં રમેશ ક્રિષ્નન પછી મૉન્ટે કાર્લોમાં મુખ્ય ડ્રૉમાં ભાગ લેનાર ત્રીજો ભારતીય બન્યો હતો. હવે તેનો મુકાબલો ડેન્માર્કના હોલ્ગર રુન સામે થશે જે વિશ્વ રૅન્કિંગ્સમાં સાતમા ક્રમે છે.

sports tennis news sports news