અમદાવાદમાં આજથી સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્ના. શરૂ: 200 ખેલાડીઓ રમશે

24 July, 2019 03:47 PM IST  |  Ahmedabad

અમદાવાદમાં આજથી સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્ના. શરૂ: 200 ખેલાડીઓ રમશે

Ahmedabad : અમદાવાદમાં આજથી ટેબલ ટેનિસ સ્ટેટ રેન્કિંગ ટુર્નામેન્ટની શરૂઆત થઇ ગઇ છે. આ ટુર્નામેન્ટમાં કુલ 200થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો છે. ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસમાં મોખરાના ક્રમે રમીને પોતાના પ્રદર્શનમાં સુધારો કરવાનો પ્રયાસ કરશે. સિંગલ્સ ચેમ્પિયનશિપમાં ધૈર્ય અને કૌશાએ ગઈ સિઝનમાં તમામ ત્રણેય કેટેગરી સિનિયર, યૂથ અને જુનિયરમાં સપાટો બોલાવી દીધો હતો. 

અલગ અલગ 12 કેટેગરીમાં 200થી વધુ એન્ટ્રી આવી
આ ટુર્નામેન્ટમાં આ વખત અલગ અલગ 12 કેટેગરીમાં 200થી વધુ એન્ટ્રી મળી છે. જેમાં મેન્સ, વિમેન્સ, યૂથ (અંડર-21) બોયઝ અને ગર્લ્સ, જુનિયર (અંડર-18) બોયઝ અને ગર્લ્સ, સબ જુનિયર (અંડર-15) બોયઝ અને ગર્લ્સ, કેડેટ (અંડર-12) બોયઝ અને ગર્લ્સ તથા મિની કેડેટ (અંડર-10) બોયઝ અને ગર્લ્સનો સમાવેશ થાય છે. અમદાવાદ રેન્કિંગ ટેબલ ટેનિસની ત્રણ પૈકીની આ પ્રથમ સ્પર્ધા ગયા વર્ષના ચેમ્પિયન ખેલાડીઓને આવતા મહિને ગાંધીધામ ખાતે યોજાનારી ત્રીજી સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ માટે યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડશે. 

આ પણ જુઓ : અમદાવાદ-ગાંધીનગર પાસે આવેલી આ જગ્યાઓ તમે જોઈ?

નોંધનીય છે કે બે મહિના અગાઉ સુપર ખાતે યોજાયેલી સ્ટેટ રેન્કિંગ ટુર્નામેન્ટમાં ધૈર્ય પરમારે જુનિયર બોયઝ ટાઇટલ જીત્યું હતું પરંતુ જામનગર ખાતેની ઇવેન્ટમાં તે એકેય ટ્રોફી જીતી શક્યો ન હતો. કાગળ પર તો કૌશા વિમેન્સ, યૂથ ગર્લ્સ અને જુનિયર ગર્લ્સમાં તેની તમામ હરીફ કરતાં મજબૂત જણાય છે. જોકે ગયા વર્ષે થોડા માર્જીન માટે ટાઇટલ ચૂકી ગયેલી અને રનર્સ અપ બનેલી કવિશા શાહ આ વખતે કૌશાને લડત આપે તેવી સંભાવના છે. આ જ રીતે પૂર્વાંશી આચાર્ય અને ઝેના છિપીયા-સોલંકી પણ અપસેટ સર્જવાની ક્ષમતા ધરાવે છે. યૂથ અને જુનિયર ગર્લ્સ વિભાગમાં પૂર્વાંશી પણ કૌશાને લડત આપી શકે તેમ છે. 


ધૈર્ય માટે પણ માર્ગ આસાન જણાય છે પરંતુ તેની ધીરજની આ સિઝનમાં કસોટી થશે. કેડેટ ગર્લ્સ વિભાગમાં રોમાંચક મુકાબલાની સંભાવના છે. આ પ્રકારની કેડેટ કેટેગરીમાં અમદાવાદ પાસે પ્રતિભાશાળી ખેલાડીઓ છે. પ્રાથા પવાર તેમાં મોખરે છે જ્યારે અન્ય ખેલાડીમાં હિયા સિંઘ, મોબિની ચેટરજી અને કશિશ ડેનો સમાવેશ થાય ચે જેઓ સ્ટેટ રેન્કિંગમાં ભાગ લઈ ચૂક્યા છે. 

આ પણ જુઓ : કોણ છે આ ગ્લેમરસ ચહેરો, મૅચ દરમિયાન થઈ રહ્યો છે ફૅમસ

સ્પર્ધકોનો ઉત્સાહ વધારવા તથા તમામ કેટેગરીના વિજેતાઓને બિરદાવવા માટે ટેબલ ટેનિસ એસોસિયેશન ઓફ અમદાવાદ (ટીટીએએ) દ્વારા આ સિઝનમાં ઈનામી રકમમાં 60%નો વધારો કરવામાં આવ્યો છે. અમદાવાદ રેન્કિંગ ટુર્નામેન્ટમાં કુલ ઈનામી રકમ 36,700 રૂપિયા રહેશે જ્યારે ડિસ્ટ્રિક્ટ ચેમ્પિયનશિપમાં ઈનામી રકમ 44,900 રૂપિયા રહેશે.

sports news