29 July, 2025 09:32 AM IST | Switzerland | Gujarati Mid-day Correspondent
યુરો કપની ટ્રોફી સાથે વિજયની ઉજવણી કરતી ઇંગ્લૅન્ડની વિમેન્સ ફુટબૉલ ટીમ.
સ્વિટ્ઝરલૅન્ડમાં આયોજિત વિમેન્સ યુરોપિયન ફુટબૉલ ચૅમ્પિયનશિપ (યુરો ૨૦૨૫)માં ઇંગ્લૅન્ડ સતત બીજી વાર ચૅમ્પિયન બન્યું છે. ૨૦૨૨માં આઠ વાર રેકૉર્ડ આ ટુર્નામેન્ટ જીતનાર જર્મનીને હરાવીને ટાઇટલ જીતનાર ઇંગ્લૅન્ડની વિમેન્સ ફુટબૉલ ટીમે આ વખતે ફાઇનલમાં વિશ્વ ચૅમ્પિયન સ્પેનને હરાવ્યું છે. ૧-૧થી મૅચ ડ્રૉ રહ્યા બાદ પેનલ્ટી શૂટઆઉટમાં ઇંગ્લૅન્ડે ૩-૧થી બાજી મારી હતી.
આ રીતે ઇંગ્લૅન્ડે વર્લ્ડ કપ ૨૦૨૩ની ફાઇનલમાં સ્પેન સામેની હારનો બદલો લીધો. સ્પેનની વિમેન્સ ટીમ ટાઇટલ વિજયની હૅટ-ટ્રિક પૂર્ણ કરવામાં નિષ્ફળ ગઈ. વર્લ્ડ કપ ઉપરાંત એણે ૨૦૨૪માં નેશન્સ લીગનો ખિતાબ પણ જીત્યો હતો. સતત બે વાર યુરો કપ જીતનાર ઇંગ્લૅન્ડ ૧૯૮૪ના શરૂઆતની પહેલી સીઝન અને ૨૦૦૯માં રનર-અપ ટીમ રહી હતી.