વર્લ્ડ ચૅમ્પિયનશિપ જીતવા સિંધુ કરશે ફિટનેસ અને ડિફેન્સમાં ઇમ્પ્રૂવમેન્ટ

17 August, 2019 11:15 AM IST  | 

વર્લ્ડ ચૅમ્પિયનશિપ જીતવા સિંધુ કરશે ફિટનેસ અને ડિફેન્સમાં ઇમ્પ્રૂવમેન્ટ

ઑલિમ્પિક સિલ્વર મેડલિસ્ટ પી. વી. સિંધુએ ગઈ કાલે કહ્યું કે આવતા અઠવાડિયાથી શરૂ થનારી વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતવા તે ફિટનેસ અને ડિફેન્સને ઇમ્પ્રૂવ કરવાની કોશિશ કરી રહી છે. હાલનાં વર્ષોમાં વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં બે સિલ્વર અને બે બ્રૉન્ઝ મેડલ જીતીને સિંધુ કન્સિસ્ટન્ટ પર્ફોર્મર રહી છે.

૨૪ વર્ષની સિંધુએ તેની પ્રિપરેશન વિશે કહ્યું કે ‘મેં સખત ટ્રેઇનિંગ લીધી છે અને મને આશા છે કે હું સારું પર્ફોર્મ કરીશ. મારે પર્ફોર્મ કરવાનું છે અને મારા પર કોઈ પ્રેશર નથી. હું મારા ડિફેન્સ, ફિઝિકલ ફિટનેસ અને ઑન-કોર્ટ સ્કિલ્સ પર કામ કરી રહી છું. મારી પાસે બધા પ્રકારના સ્ટ્રોક્સ છે પણ એને ઇમ્પ્રૂવ કરવા માટે ટ્રેઇનિંગ કરવી પડશે. મારે પર્ફેક્ટ રહેવા ટ્રેઇનિંગ હંમેશાં કરવી પડશે. ખરા સમયે કયો સ્ટ્રોક્સ રમવો એ ખબર હોવી જોઈએ. ઘણી વખત પ્લેયર થાકી જાય અથવા બ્લૅન્ક થઈઇ જાય ત્યારે એક પ્લેયર તરીકે ટફ સિચુએશન્સમાં કયો સ્ટ્રોક્સ રમવો એની ખબર હોવી જોઈએ.’

આ પણ વાંચો: શ્રીલંકન બોલરોએ 7 વિકેટ લઈને ન્યુ ઝીલૅન્ડને ધકેલ્યું બૅકફુટ પર

શું જપાનની શટલર અકાને યામાગુચી તને ટફ ફાઇટ આપશે? એના જવાબમાં તેણે કહ્યું કે ‘મને તેના અગ્રેસનથી આશ્ચર્ય નથી થયું. જો હું ઇન્ડોનેશિયા અને જપાન ઓપનમાં પહેલી મૅચ જીતી હોત તો રિઝલ્ટ અલગ હોત.’

p.v. sindhu gujarati mid-day