સિંધુ એશિયા ચૅમ્પિયનશિપની સેમીફાઇનલમાં

30 April, 2022 04:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પી.વી.સિંધુએ ગઈ કાલે ફિલિપાઇન્સના મનાલીમાં રમાતી બૅડમિન્ટન એશિયા ચૅમ્પિયનશિપમાં ચીનની હી બિન્ગ જીયાઓને હરાવીને સેમી ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. જેને કારણે તેણે આ સ્પર્ધામાં પોતાનો એક મેડલ પાકો કરી લીધો છે.

સિંધુ એશિયા ચૅમ્પિયનશિપની સેમીફાઇનલમાં

બે વખત ઑલિમિપ્ક મેડલ જીતનાર પી.વી.સિંધુએ ગઈ કાલે ફિલિપાઇન્સના મનાલીમાં રમાતી બૅડમિન્ટન એશિયા ચૅમ્પિયનશિપમાં ચીનની હી બિન્ગ જીયાઓને હરાવીને સેમી ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. જેને કારણે તેણે આ સ્પર્ધામાં પોતાનો એક મેડલ પાકો કરી લીધો છે. કોરોનાને કારણે બે વર્ષના વિરામ બાદ આ સ્પર્ધા ફરીથી શરૂ થઈ છે. ક્વાર્ટરફાઇનલ મૅચમાં  સિંધુએ ચીનની ખેલાડીને ૨૧-૯,૧૩-૨૧, ૨૧-૧૯થી હરાવી હતી. છેલ્લે ટોક્યો ઑલિમ્પિક્સની બ્રૉન્ઝ મેડલની મૅચમાં તેણે હી બિન્ગ જીયાઓને હરાવી હતી. 

pv sindhu sports news sports