રોમાનિયામાં કોરોના સામે લડવાનાં સાધનો ડોનેટ કરશે સિમોના હૅલેપ

19 March, 2020 04:12 PM IST  |  Mumbai Desk | AINS

રોમાનિયામાં કોરોના સામે લડવાનાં સાધનો ડોનેટ કરશે સિમોના હૅલેપ

સિમોના હૅલેપ

ટેનિસની વિમ્બલ્ડન વિજેતા રોમાનિયાની સિમોના હૅલેપે તેના દેશમાં કોરોના વાઇરસ સામે લડવા માટેનાં સાધનો ડોનેટ કરવાનો નિર્ણય લીધો છે. આ વિશે ટ્વીટ કરતાં હૅલેપે કહ્યું, ‘આ કપરા સમયમાં આપણી મેડિકલ ટીમે દેખાડેલી બહાદુરી બદલ અમને ગર્વ છે. મારા દેશની સેવા કરવા માટે હું કટિબદ્ધ છું અને એ માટે મેં કોરોના વાઇરસ સામે લડવા માટેનાં સાધનો ડોનેટ કરવાનો નિર્ણય લીધો છે. આપણી અને આપણી આસપાસના લોકોના જીવનપ્રત્યે આપણે કેટલા જવાબદાર અને સપોર્ટિંવ છીએ એ બતાડવાનો આ સારો સમય છે. આપણે જ્યારે ઘરે હોઈએ છીએ ત્યારે આ ડૉક્ટરો અને મેડિકલ ટીમ પોતાના જીવના જોખમે લોકોનો જીવ બચાવવા મહેનત કરતા હોય છે. આ પરિસ્થિતિમાં જરૂરી સાધનો અને મટીરિયલ ખરીદવા માટે મેં કેટલાક રૂપિયા ડોનેટ કરવાનો નિર્ણય લીધો છે. મારો દરેકને અનુરોધ છે કે આ કપરી પરિસ્થિતિમાં લડવા માટે આગળ આવી પોતાનું યોગદાન આપે.’

સિમોના ઉપરાંત બિનાકા એન્ડ્રુસ્યુકુ અને કેટી મેકનેલીએ પણ પોતપોતાના ટેનિસ રૅકેટ સાઇન કરીને ‘ઍથ્લીટ ફૉર રિલીફ’ હેઠળ ડોનેટ કર્યા છે.

sports sports news new delhi coronavirus covid19