સ્વાસ્થ્ય બગડતા ઈન્ડિયા વેલ્સથી બહાર થઈ સેરેના વિલિયમ્સ

24 July, 2019 03:33 PM IST  | 

સ્વાસ્થ્ય બગડતા ઈન્ડિયા વેલ્સથી બહાર થઈ સેરેના વિલિયમ્સ

ઇન્ડિયન વેલ્સ ટેનિસ ટુર્નામેન્ટમાંથી બહાર

ટેનિસ સ્ટાર અમેરિકાની સેરેના વિલિયમ્સ ઇન્ડિયન વેલ્સ ટેનિસ ટુર્નામેન્ટમાંથી બહાર થઇ ગઇ છે. ટુર્નામેન્ટમાંથી બહાર થઇ જતાં સેરેનાના ચાહકોમાં નિરાશા ફેલાઇ હતી. મેચના ત્રીજી સેશનમાં સેરેનાએ રિટાયર થવાનો નિર્ણય લીધો હતો. વિલિયમ્સ મેચના ત્રીજા સેશનમાં સ્પેનિસ પ્લેયર ગાર્બિન મુગુરૂજાનો સામનો કરી રહી હતી ત્યારે સ્વાસ્થ્ય બગડતા તે રિટાયર થઇ હતી. સેરેના વિલિયમ્સ આ મુકાબલામાં 6-3 અને 1-0થી પાછળ ચાલી રહી હતી. આ વર્ષે રમાયેલ પહેલા ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપન બાદ સેરેનાની પહેલી ટુર્નામેન્ટ હતી.

ગ્રાન્ડ સ્લેમમાં સેરેના વિલિયમ્સ ક્વાટર ફાઈનલમાં જ ટુર્નામેન્ટમાં બહાર થઈ હતી. મેચ બાદ વિલિયમ્સે કહ્યું હતુ કે, મેચ પહેલા જ તેની તબિયત સારી ન હતી જો કે મેચની સાથે તેની તબિયત વધારે બગડતા તેણે રિટાયર થવાનો નિર્ણય લીધો હતો. તેણે કહ્યુ હતું કે મેચ દરમિયાન તેને ચક્કર આવતા હતા અને વધારે થાક અનુભવાતો હતો. ઈન્ડિયા વેલ્સથી ટુર્નામેન્ટથી બહાર થયેલી સેરેના વિલિયમ્સ હવે મિયામીમાં તેની આગામી ટુર્નામેન્ટ રમશે

 

આ પણ વાંચો: Badminton : સ્વિસ ઓપનમાં સાયના નેહવાલ અને સમીર પર તમામની નજર

 

ઉલ્લેખનીય છે કે, વિલિયમ્સ રિટાયર થતા મુગુરુજાને જીત મળી હતી મુગુરુજા હવે કિકી બર્ટેસ સામે ટકરાશે. મેચ બાદ મુગુરૂજાએ વિલિયમ્સને સ્વાસ્થ્ય માટે શુભેચ્છા પાઠવી હતી.

serena williams