Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > Badminton : સ્વિસ ઓપનમાં સાયના નેહવાલ અને સમીર પર તમામની નજર

Badminton : સ્વિસ ઓપનમાં સાયના નેહવાલ અને સમીર પર તમામની નજર

24 July, 2019 03:33 PM IST |

Badminton : સ્વિસ ઓપનમાં સાયના નેહવાલ અને સમીર પર તમામની નજર

સ્વિસ ઓપનની કાલથી શરૂઆત

સ્વિસ ઓપનની કાલથી શરૂઆત


બેડમિન્ટન ટુર્નામેન્ટ સ્વિસ ઓપનની શરૂઆત મંગળવારથી થઇ રહી છે. 12 થી 17 માર્ચ સુધી ચાલનારી આ ટુર્નામેન્ટમાં ભારત તરફથી સાયના નહેવાલ અને સમીર વર્મા ભાગ લઈ રહ્યાં છે. હાલમાં જ બન્ને સાથે ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશિપ સાથે રમ્યા હતા. આ ચેમ્પિયનશિપમાં સાયના નહેવાલ તાઈ જૂ યિંગ અને સમીર વર્મા વિક્ટર એક્સલસન સામે હારીને ટુર્નામેન્ટથી બહાર થયા હતા.

સાયના નહેવાલના સફરની વાત કરીએ તો તે ઈન્ડોનેશિયા માસ્ટર્સ જીતવા પહેલા મલેશિયા માસ્ટર્સમાં સેમિફાઈનલ સુધીની સફર નિશ્રિત કરી ચૂકી છે જ્યારે ઈંગ્લેન્ડ માસ્ટર્સમાં સાયના નહેવાલ ક્વાટર ફાઈનલમાં જ બહાર થઈ હતી. સાયના નહેવાલ તેના ત્રીજા સ્વિસ ઓપન ખિતાબ પર રહેશે. આ પહેલા 2011 અને 2012માં સતત બે વર્ષ આ ખિતાબ પોતાના નામે કર્યો હતો



 


આ પણ વાંચો: જુઓ તસવીરો સોફટ હાર્ટેડ કપલ શિખર ધવન અને બોક્ષર વાઈફ આયેશા

 


સાયના સિવાય કશ્યપ પર પણ ટુર્નામેન્ટમાં નજર રહેશે. કશ્યપ ક્વાલિફાયર રાઉન્ડ રમશે જ્યારે સાઈ પ્રણીતનો સામનો ઈંગ્લેન્ડના રાજીવ ઔસેફ સાથે થશે. સારલરક્સ ઓપન ચેમ્પિયનશિપમાં શુભાંકર પણ ક્વાલિફાયર રાઉન્ડમાં રમશે. વર્લ્ડ નંબર 14 સમીર વર્મા પોતાના સફરની શરુઆત પોતાના જ ભાઈ સૌરભ વર્મા સામે રમીને કરશે. સૌરભ વર્માં ઈજા બાદ પરત ફરી રહ્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

24 July, 2019 03:33 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK