૧૧૫વાળી હરીફ સામે પરાસ્ત સેરેના છેલ્લી વિમ્બલ્ડન રમી?

30 June, 2022 02:42 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અપસેટવાળા દિવસમાં સેકન્ડ-સીડેડ કૉન્ટાવેઇટ અને થર્ડ-સીડેડ કૅસ્પર રુડ પરાજય, પરંતુ જૉકોવિચ જીત્યો

કમબૅક પછી શરૂઆતમાં જ આંચકાનો ભોગ બનેલી સેરેના વિલિયમ્સ

ટેનિસજગતની સૌથી મોટી વિમ્બલ્ડન સ્પર્ધામાં ગઈ કાલે અપસેટનો દિવસ હતો. સિંગલ્સમાં સાત વાર વિમ્બલ્ડનનું અને કુલ ૨૩ ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીતી ચૂકેલી સેરેના વિલિયમ્સનો ૧૧૫મી રૅન્ક ધરાવતી ફ્રાન્સની હાર્મોની ટૅન સામે પહેલા જ રાઉન્ડમાં ૫-૭, ૬-૧, ૭-૧૦થી હારી ગઈ હતી. સેરેના આ હાર પછી હવે ફરી વિમ્બલ્ડનમાં રમવા આવશે કે નહીં એ વિશે અનિશ્ચિત હતી. જોકે સેરેનાએ એવું પણ કહ્યું હતું કે આ પરાજયથી તે ભાવિ ગ્રૅન્ડ સ્લૅમ સ્પર્ધાઓમાં પર્ફોર્મન્સ સુધારવાની બાબતમાં મૉટિવેટ જરૂર થશે.

ગઈ કાલે વિમ્બલ્ડનની સેકન્ડ-સીડેડ બ્રિટનની ઍનેટ કૉન્ટાવેઇટનો વિશ્વમાં ૯૭મી રૅન્ક ધરાવતી જર્મનીની યુલ નિમેઇર સામે સ્ટ્રેઇટ સેટમાં ૪-૬, ૦-૬થી પરાજય થયો હતો.

પુરુષોના થર્ડ-સીડેડ કૅસ્પર રુડનો ફ્રાન્સના યુગો હમ્બર્ટ સામે ૬-૩, ૨-૬, ૫-૭, ૪-૬થી પરાજય થયો હતો. નોવાક જૉકોવિચે થાનાસી કૉક્કીનાકિસને ૬-૧, ૬-૪, ૬-૨થી હરાવ્યો હતો અને ત્રીજા રાઉન્ડમાં પહોંચી ગયો હતો.

sports sports news