અમદાવાદ : પ્રીમિયર સ્કુલ લીગ બાસ્કેટબોલ લીગમાં કબીર સ્કુલ ચેમ્પિયન બની

24 July, 2019 03:42 PM IST  |  Ahmedabad

અમદાવાદ : પ્રીમિયર સ્કુલ લીગ બાસ્કેટબોલ લીગમાં કબીર સ્કુલ ચેમ્પિયન બની

Ahmedabad : પ્રીમિયર સ્કૂલ લીગનું એકા અરેના બાય ટ્રાન્સ્ટેડિયામાં અમદાવાદ ડિસ્ટ્રીક્ટ બાસ્કેટબોલ એસોસીએશન દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સેન્ટ કબીર સ્કૂલ (ડ્રાઈવ ઈન બ્રાન્ચ)ની ટીમ પ્રથમ સ્થાને રહેતા ચેમ્પિયન બની હતી. ટીમમાં રઘુરાજસિંહ, દર્શ, રિશી, નિશીલ, યુગ, ખુશ, કુંજ, વ્રજ, રાહુલ, દેવરાજ, ધ્યાન અને દર્શન સામેલ હતા. ટીમે પ્રથમ મેચમાં ડિવાઈન લાઈફ સ્કૂલને 26-02ના અંતરેથી હરાવી હતી. જે પછી બીજી મેચમાં સંત કબીરની ટીમે આનંદ નિકેતન સેટેલાઈટને 27-18ના અંતરથી માત આપી હતી. ત્યાર બાદ ટીમે રચના સ્કૂલને 27-21ના અંતર સાથે સેમિફાઈનલમાં માત આપી ફાઈનલમાં એન્ટ્રી મેળવી હતી. ફાઈનલમાં સંત કબીરની ટીમે અવિષ્કાર સ્કૂલને 37-27ના અંતરથી માત આપી ટાઈટલ પોતાના નામે કર્યું હતું.

આ પણ જુઓ : કોણ છે આ ગ્લેમરસ ચહેરો, મૅચ દરમિયાન થઈ રહ્યો છે ફૅમસ

રાજ્ય કક્ષાની ટેકવાન્ડો સ્પર્ધામાં અમદાવાદના બે ખેલાડીઓ મેડલ જીત્યા
અમદાવાદમાં ગુજરાત સ્ટેટ એમેચ્યોર‌ ટેકવાન્ડો એસોસિએશન દ્વારા 28મી ગુજરાત સ્ટેટ ટેકવાન્ડો ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આ‌વ્યું હતું. જેમાં ફાઈટિંગ ટેકવાન્ડો એકેડમીના વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો હતો. આ વિદ્યાર્થીઓમાંથી દેવરાજ ડી ગારંગે 32-34 કિલોગ્રામ વજન વર્ગ કેટેગરીમાં ભાગ લઈને શાનદાર પ્રદર્શન કરતા સિલ્વર મેડલ પોતાના નામે કર્યો હતો. જ્યારે સેન્ટ મેરી સ્કૂલમાં અભ્યાસ કરતા શાશ્વત જોશીએ 32-34 કિલોગ્રામ વજન વર્ગમાં શાનદાર પ્રદર્શન કરતા બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો.

basketball sports news ahmedabad