સાઈના નેહવાલે જીત્યો ઈન્ડોનિશિયા માસ્ટર્સનો ખિતાબ

24 July, 2019 03:35 PM IST  | 

સાઈના નેહવાલે જીત્યો ઈન્ડોનિશિયા માસ્ટર્સનો ખિતાબ

જીત્યો ઈન્ડોનેશિયા માસ્ટર્સ ખિતાબ

ભારતીય બેડમિન્ટન સ્ટાર સાઈના નેહવાલ ઈન્ડોનેશિયા માસ્ટર્સનો ખિતાબ પોતાના નામે કર્યો છે. 3 વારની વિશ્વ ચેમ્પિયન કૈરોલિના મારિન સાથેના ફાઈનલ મુકાબલામાં કૈરોલિના મારિન ઈજાગ્રસ્ત થતા સાઈના નહેવાલને વિજેતા ઘોષિત જાહેર કરાઈ હતી. જ્યારે કૈરોલિના મારિન ઈજાગ્રસ્ત થઈ ત્યારે સાઈના નેહવાલ 4-10થી પાછળ ચાલી રહી હતી.

મેચની વચ્ચે કૈરોલિના મારિન ઈજાગ્રસ્ત થતા તે રમવા અશક્ય હતી કૈરોલિના મારિન ઈજાના કારણે મેચ પૂરી કરી શકે તેમ ન હતી જેના કારણે સાઈના નહેવાલને વિજેતા જાહેર કરાઈ હતી. 2017 પછી સાઈના નેહવાલનો પહેલો BWFનો ખિતાબ જીતી છે. 2017માં સાઈનાએ મલેશિયા માસ્ટર્સનો ખિતાબ જીત્યો હતો. મહત્વનું એ છે કે, સાઈના નેહવાલ આ જીતથી વધારે ખુશ જોવા મળી હતી નહી. સાઈના નેહવાલે કહ્યું હતું કે, તે આ જીત કરતા જે રીતે ફાઈનલમાં પહોંચી તેનાથી ખુશ છે.

 

આ પણ વાંચો: મૅમ, હમ સિંહ ભી હૈં ઔર ધોની ભી

 

મેચની વચ્ચે કૈરોલિના મારિન ઈજાગ્રસ્ત થતા સાઈના નેહવાલ તરત તેને મળી હતી અને તેના હાલ પૂછ્યા હતા. સાઈના નેહવાલ પણ છેલ્લા ઘણા સમયથી ઈજાઓનો સામનો કરી રહી છે. આ વિશે સાઈનાએ કહ્યું હતું કે, 'છેલ્લા બે વર્ષથી ઈજાઓના કારણે સમસ્યાઓનો સામનો કરી રહી છે અને ઈજાઓના કારણે માનસિકતા પર પણ ફરક પડે છે.'

saina nehwal