સાઈના નેહવાલની બાયોપિકનો ફર્સ્ટ લુક જાહેર: સાઈનાએ આપ્યો ખાસ સંદેશો

09 October, 2019 02:50 PM IST  |  Mumbai

સાઈના નેહવાલની બાયોપિકનો ફર્સ્ટ લુક જાહેર: સાઈનાએ આપ્યો ખાસ સંદેશો

પરિણીતિ ચોપરા અને સાઈના નેહવાલ

Mumbai : ભારતની બેડમિન્ટન સ્ટાર સાઈના નેહવાલ પર બાયોપિક બની રહી છે. આ ફિલ્મમાં બોલીવુડની અભિનેત્રી પરિણીતી ચોપરા બેડમિન્ટન ખેલાડી સાઈના નહેવાનું પાત્ર ભજવી રહી છે. જેને પગલે સાઈના નેહવાલે ખુદ પોતાના ઇન્સ્ટેગ્રામ એકાઉન્ટમાં પરિણીતી ચોપરાનો ફોટો શેર કર્યો હતો અને તેને અને ટીમને શુભેચ્છા પાઠવી હતી અને પરિણીતી ચોપરા માટે સ્પેશિયલ મેસેજ લખ્યો હતો.



ફિલ્મનું શુટીંગ 11 ઓક્ટોબરથી શરૂ થશે
સાઈના નેહવાલની બાયોપિક ફિલ્મનું શૂટિંગ 11 ઓક્ટોબરથી શરૂ કરવામાં આવશે. સાઈનાએ પરિણીતીની તસવીર શૅર કરીને લખ્યું હતું કે 'તે આ યાત્રાની સાથે મળીને રાહ જોઈ રહી છે. તે સાઈના નેહવાલ બાયોપિક ટીમને શુભેચ્છા પાઠવે છે. આ પોસ્ટ પર પરિણીતીએ કમેન્ટ કરતાં કહ્યું હતું કે તે ઘણી જ નર્વસ છે. આ ફિલ્મને અમોલ ગુપ્તે ડિરેક્ટ કરી રહ્યાં છે અને ભૂષણ કુમાર પ્રોડ્યૂસર છે. ફિલ્મમાં કોચ ગોપીચંદની ભૂમિકામાં માનવ કૌલ છે.

આ પણ જુઓ : રાધિકા મર્ચન્ટ નીતા અને મુકેશ અંબાણી સાથે વરલીના NBA ગેમ્સમાં જોવા મળ્યા

શરૂઆતમાં સાઈનાનાં રોલમાં શ્રદ્ધા કપૂર હતી
શરૂઆતમાં આ ફિલ્મમાં શ્રદ્ધા કપૂરને લેવામાં આવી હતી. જોકે, પછીથી ફિલ્મમાં પરિણીતી ચોપરાને લેવામાં આવી હતી. આ ફિલ્મ સ્વીકાર્યાં બાદ પરિણીતીએ કહ્યું હતું કે તે ખરેખર નર્વસ છે. બેડમિન્ટન પ્લેયર તરીકે પરિણીતીએ ઘણી જ મહેનત કરી છે. તે છેલ્લાં અઢી મહિનાથી બેડમિન્ટન રમવાની ટ્રેનિંગ લેતી હતી. સાઈના કેવી રીતે રમે છે, તેની બોડી લેંગ્વેજ પણ તેણે શીખી છે. આટલું જ નહીં પરિણીતીએ સાઈના કોની સામે અને કોની સાથે રમી તે બધું પણ જોયું છે.છેલ્લે પરિણીતીની ફિલ્મ જબરિયા જોડીરિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં તેની સાથે સિદ્ધાર્થ મલ્હોત્રા હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરફ્લોપ રહી હતી. હાલમાં જ પરિણીતીએ હોલિવૂડ ફિલ્મ ધ ગર્લ ઓન ધ ટ્રેનની હિંદી રીમેકનું શૂટિંગ પૂર્ણ કર્યું હતું.

sports news badminton news saina nehwal parineeti chopra