રોનાલ્ડોએ આયરલૅન્ડના ખેલાડીને લાફો માર્યો

03 September, 2021 01:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પેનલ્ટી કિક લેતાં પહેલાં તેણે આયરલૅન્ડના ડિફેન્ડર ડારા ઓશિયાને એક ઝાપટ મારી હતી.

ક્રિસ્ટિયાનો રોનાલ્ડો

આંતરરાષ્ટ્રીય ફુટબૉલમાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ગઈ કાલે સૌથી વધુ ગોલ કરનારો ખેલાડી બન્યો હતો. ફિફા વર્લ્ડ કપ ક્વૉલિફાયર્સની આયરલૅન્ડ સામેની મૅચમાં પોર્ટુગલના સુપરસ્ટારે બે ગોલ કર્યા હતા. પરિણામે ટીમ ૨-૧થી જીતી હતી અને ત્રણ પૉઇન્ટ પણ મેળવ્યા હતા, પરંતુ પેનલ્ટી કિક લેતાં પહેલાં તેણે આયરલૅન્ડના ડિફેન્ડર ડારા ઓશિયાને એક ઝાપટ મારી હતી. વિડિયોનાં ફુટેજ મુજબ રોનાલ્ડો પેનલ્ટી માટે બૉલને ગોઠવતો હતો ત્યારે ઓશિયાએ બૉલને લાત મારી હતી અને પરિણામે ગુસ્સે થયેલા રોનાલ્ડોએ તેને તમાચો માર્યો હતો. 

sports news football cristiano ronaldo