રેફરી પર ગુસ્સે થઈને રોનાલ્ડો મેદાન છોડી ગયો

30 March, 2021 03:38 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ મૅચ ૨-૨ના પરિણામથી ડ્રૉ રહી હતી. આ મૅચ ૨૦૨૨ ફિફા વર્લ્ડ કપ ક્વૉલિફાયર માટે રમાઈ રહી હતી જેમાં ગોલલાઇન ટેક્નિક અને વિડિયો​-રિવ્યુનો ઉપયોગ કરવામાં નથી આવી રહ્યો. 

ગોલ-પોસ્ટમાં જઈ રહેલા બૉલને બચાવવાનો પ્રયાસ કરી રહેલો સર્બિયન પ્લેયર સ્ટીફન મિટ્રોવિક.

પોર્ટુગલ અને સર્બિયા વચ્ચે શનિવારે મોડી રાતે રમાયેલી એક ફુટબૉલ મૅચમાં પોર્ટુગલનો કૅપ્ટન ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ગ્રાઉન્ડ રેફરી પર ગુસ્સે થયો હતો અને ગુસ્સામાં તે આર્મબૅન્ડ ફેંકીને મેદાનની બહાર જતો રહ્યો હતો. આ મૅચ ૨-૨ના પરિણામથી ડ્રૉ રહી હતી. આ મૅચ ૨૦૨૨ ફિફા વર્લ્ડ કપ ક્વૉલિફાયર માટે રમાઈ રહી હતી જેમાં ગોલલાઇન ટેક્નિક અને વિડિયો​-રિવ્યુનો ઉપયોગ કરવામાં નથી આવી રહ્યો. 
મૅચની અંતિમ ક્ષણોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે બૉલ ગોલ-પોસ્ટની અંદર જતો રહ્યો હતો, પણ સર્બિયન ડિફેન્ડર સ્ટીફન મિટ્રોવિકે લપસીને પગ વડે ગોલ બચાવવાનો પ્રયાસ કર્યો હતો. રોનાલ્ડોના મતે આ ગોલ હતો, પણ ડચ રેફરીએ એ નકારી કાઢ્યો અને જ્યારે રોનાલ્ડો તેની સાથે વાત કરવા ગયો ત્યારે તેને યલો કાર્ડ બતાવવામાં આવ્યું હતું. આ વાતથી ગુસ્સે ભરાયેલો રોનાલ્ડો આર્મબૅન્ડ ફેંકીને ગુસ્સામાં મેદા​નની બહાર જતો રહ્યો હતો.

sports sports news