રોનાલ્ડોની આંતરરાષ્ટ્રીય ફુટબોલમાં 8મી હેટ્રિક, તેણે છેલ્લી 27 મેચમાં 3

11 September, 2019 07:00 PM IST  |  Mumbai

રોનાલ્ડોની આંતરરાષ્ટ્રીય ફુટબોલમાં 8મી હેટ્રિક, તેણે છેલ્લી 27 મેચમાં 3

Mumbai : UFA યુરો કપ માટે ચાલી રહેલ ક્વોલિફાયર રાઉન્ડમાં પોર્ટુગલ ટીમે શાનદાર પ્રદર્શન કરતા લિથુઆનિયાને 5-1 થી માત આપી છે. લિથુઆનિયાના વિલનિયસમાં રમાયેલી મેચમાં સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટીયાનો રોનાલ્ડોએ 4 ગોલ કર્યા હતા. તેણે ઇન્ટરનેશનલ મેચમાં 8મી હેટ્રિક કરી હતી. ક્લબ ફૂટબોલ સહિત આ રોનાલ્ડોના કરિયરની 54મી હેટ્રિક હતી. આ પોર્ટુગલની સતત બીજી જીત છે. તેણે ગયા મુકાબલામાં સર્બિયાને 4-2થી હરાવ્યું હતું.


રોનાલ્ડોએ ફુટબોલમાં કુલ 93 ગોલ કર્યા છે
ફુટબોલ દિગ્ગજ ખેલાડી રોનાલ્ડોએ ઇન્ટરનેશનલ મેચમાં 93 ગોલ કર્યા છે. તેણે પોર્ટુગલ માટે છેલ્લી 27 મેચમાં 32 ગોલ કર્યા છે. લિથુઆનિયા વિરુદ્ધ રોનાલ્ડોએ 7મી મિનિટે પેનલ્ટીને કન્વર્ટ કરીને પહેલો ગોલ કર્યો હતો. જોકે વિતાઉતસે 28મી મિનિટમાં ગોલ કરીને સ્કોર 1-1ની બરોબરી પર લાવી દીધો હતો.

આ પણ જુઓ : ઓલરાઉન્ડર 'સર રવિન્દ્ર જાડેજા' નો આવો છે અંદાજ, જુઓ તસવીરો.....

રોનાલ્ડોએ બીજા હાફમાં ત્રણ ગોલ કર્યા
બીજા હાફમાં પોર્ટુગલે બીજા હાફની સરખામણીએ આક્રમક શરૂઆત કરી હતી. રોનાલ્ડોએ 61મી, 65મી અને 76મી મિનિટે ગોલ કર્યા હતા. આ જીત સાથે પોર્ટુગલની ટીમ ગ્રુપ બીમાં બીજા સ્થાને પહોંચી ગઈ છે. યૂક્રેન પહેલા સ્થાને છે.

sports news football cristiano ronaldo