14 સપ્ટેમ્બરથી શરૂ થશે ઇટાલિયન ઓપન ટેનિસ ટુર્નામેન્ટ

15 August, 2020 11:38 AM IST  |  Rome | Agencies

14 સપ્ટેમ્બરથી શરૂ થશે ઇટાલિયન ઓપન ટેનિસ ટુર્નામેન્ટ

ફાઈલ તસવીર

ઇટાલિયન ઓપન ક્લે-કોર્ટ ટેનિસ ટુર્નામેન્ટ ૧૪ સપ્ટેમ્બરથી શરૂ થવાની છે જે ૨૧ સપ્ટેમ્બર સુધી રમાશે. આ ટુર્નામેન્ટની શરૂઆત ૧૧ મેથી થવાની હતી, પણ કોરોનાને કારણે એને મોકૂફ રાખવામાં આવી હતી. ઇટાલિયન ટેનિસ ફેડરેશનના જણાવ્યા મુજબ આ ટુર્નામેન્ટની શરૂઆત ૧૪થી ૨૧મી સપ્ટેમ્બર દરમ્યાન કરવામાં આવી છે. ફોરો ઇટાલિકોની લોકોની જેમ સોમવારથી શરૂ થનારી આ ટુર્નામેન્ટ સોમવારે જ પૂરી થશે. મૅડ્રિડ ટુર્નામેન્ટ રદ થવાથી આ ટુર્નામેન્ટ એક અઠવાડિયું વહેલી શરૂ કરવામાં આવશે. જો આ ટુર્નામેન્ટ માટેના પુરુષોના ક્વૉલિ‌ફિકેશન ડ્રૉ માટે ૬૪ જેટલા પ્લેયર થશે તો ટુર્નામેન્ટ ૧૧ સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવશે, નહીં તો એ ૧૨ સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવશે.’

મૅડ્રિડ ઓપન હવે યુએસ ઓપન પછી રમાડવામાં આવશે અને ત્યાર બાદ ૨૭ સપ્ટેમ્બરથી ફ્રેન્ચ ઓપન શરૂ થશે.

sports sports news tennis news