રોહન બોપન્ના અને સ્મૃતિ મંધાનાને અર્જુન એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યા

24 July, 2019 03:48 PM IST  |  Delhi

રોહન બોપન્ના અને સ્મૃતિ મંધાનાને અર્જુન એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યા

Delhi : ભારતના ટેનિસ સ્ટાર રોહન બોપન્ના અને મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાનાને તેમના શાનદાર પ્રદર્શન બદલ અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો છે. કેન્દ્રીય રમત પ્રધાન કિરણ રિજિજૂએ મંગળવારે મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાના અને ટેનિસ ખેલાડી રોહન બોપન્નાને અર્જુન એવોર્ડ આપ્યો હતો. આ પુરસ્કારની શરૂઆત 1961થી થઈ હતી. આ એવોર્ડના માધ્યમથી વિશેષ રૂપથી સક્ષમ ખેલાડીઓને પણ સન્માનિત કરવામાં આવે છે. આ પુરસ્કારમાં  5,00,000 રૂપિયા રોકડા આપવામાં આવે છે સાથે અર્જુનની પ્રતીકાત્મક મૂર્તિ અને સંદર્ભપત્ર આપવામાં આવે છે.


મહત્વનું છે કે સ્મૃતિ ભારતીય મહિલા ક્રિકેટમાં એક જાણીતું નામ છે. મહિલા હોય કે પુરૂષ
, તે ટી20 આંતરરાષ્ટ્રીયમાં સૌથી નાની ઉંમરની ભારતીય કેપ્ટન છે. મંધાનાએ 22 વર્ષ 229 દિવસની ઉંમરમાં ટી20 આંતરરાષ્ટ્રીયમાં ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી હતી. તે આ વર્ષે ફેબ્રુઆરીમાં વિશ્વની નંબર-1 વનડે બેટ્સમેન પણ બની હતી.


આ પણ જુઓ : ક્રિકેટની ફૅન રાતોરાત બની ગઈ હતી ફૅમસ, જાણો કોણ છે?

મંધાના વર્ષ 2018ની શરૂઆતથી વનડેમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે. મંધાનાએ પાછલા વર્ષે 12 વનડે મેચમાં 669 અને 25 ટી20માં 622 રન બનાવ્યા હતા. તો એશિયન ગેમ્સ 2018મા ટેનિસ પુરૂષ ડબલ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર રોહન બોપન્નાએ આ દરમિયાન કહ્યું કે, અર્જુન પુરસ્કાર વિજેતા તરીકે ઓળખ બનાવવી મારા માટે ગર્વની વાત છે. હું આ પુરસ્કારને પ્રાપ્ત કરીને ખુબ ખુશ છું. ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા ટેબલ ટેનિસ ખેલાડીઓની અર્જુન એવોર્ડ માટે ભલામણ કરી છે. ટેબલ ટેનિસ ફેડરેશન દ્વારા 3 ખેલાડીઓની ભલામણ કરી છે જેમા મધુરિકા પાટકર, સુનિલ શેટ્ટી જ્યારે ગુજરાતના હરમિત દેસાઈનો સમાવેશ કરવામાં આવ્યો છે. મધુરિકા, સુનિલ અને હરમીતને સતત સારા પ્રદર્શન માટે નોમિનેટ કરવામાં આવ્યા હતા.

cricket news tennis news rohan bopanna