ગત ચેમ્પિયન જોકોવિચ ઇજાના કારણે બહાર, ફેડરર-સેરેના અંતિમ 8માં પહોંચ્યા

02 September, 2019 05:20 PM IST  |  Mumbai

ગત ચેમ્પિયન જોકોવિચ ઇજાના કારણે બહાર, ફેડરર-સેરેના અંતિમ 8માં પહોંચ્યા

નોવાક જોકોવિચ ઇજાના કારણે યુએસ ઓપનમાંથી બહાર થયો

Mumbai : વર્ષના ત્રીજા ગ્રાન્ડ સ્લેમ યુએસ ઓપન ટુર્નામેન્ટમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. ગત US Open ચેમ્પિયન અને ચાલુ વર્ષમાં રમાયેલ ઓસ્ટ્રેલિયા ઓપનમાં ચેમ્પિયન બનનરા નોવાક જોકોવિચ ચાલુ ટુર્નામેન્ટમાંથી ખસી ગયો છે. મળી રહેલ માહિતી પ્રમાણે જોકોવિચ ઇજાના કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઇ ગયો છે. તો બીજી તરફ વર્લ્ડ નંબર 3 રોજર ફેડરર ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયો છે. તેણે બેલ્જિયમના ડેવિડ ગોફિનને 6-2, 6-2, 6-0થી હરાવ્યો હતો. તો મહિલા સિંગલ્સમાં અમેરિકાની સેરેના વિલિયમ્સ પણ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે.

જોકોવિચ આ વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપન જીત્યો હતો
નોવાક જોકોવિચે છેલ્લા પાંચ ગ્રાન્ડ સ્લેમમાંથી ચાર પર કબજો કર્યો હતો. તેના નામે કુલ 16 ગ્રાન્ડસ્લેમ ટાઇટલ છે. આ વર્ષે જોકોવિચે ઓસ્ટ્રેલિયન ઓપનનું ટાઇટલ તેના નામે કર્યું હતું. તે યૂએસ ઓપનમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન હતો. તો 2016નો ચેમ્પિયન વાવરિંકા ક્વાર્ટરફાઇનલમાં પહોંચી ગયો છે. તેનો આગામી મુકાબલો રૂસના દાનિલ મેદવેદેવ સામે થશે.

આ પણ જુઓ : યાદ છે અન્ના કુર્નિકોવા? પૂર્વ ટેનિસ સ્ટાર આજે પણ લાગે છે એટલી જ હોટ

રોજર ફેડરર 13મી વખત ક્વાર્ટરફાઇનલમાં પહોંચ્યો
20 વખત ગ્રાન્ડસ્લેમ ચેમ્પિયન રોજર ફેડરર 13મી વખત આ ટૂર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયો છે. તેણે 15મી સીડ ગોફિનને 79 મિનિટમાં હરાવી દીધો હતો. ફેડરરનો આગામી મુકાબલો બુલ્ગારિયાના ગ્રેગર દિમિત્રોવ સામે થશે. દિમિત્રોવ વિરુદ્ધ ફેડરર અત્યાર સુધી 7 મેચમાં ક્યારેય હાર્યો નથી. વર્લ્ડ નંબર-78 દિમિત્રોવે ઓસ્ટ્રેલિયાના એલેક્સ ડી મિનોરને 7-5, 6-3, 6-4થી પરાજય આપ્યો હતો.

આ પણ જુઓ : ઝીવા ધોની મમ્મી સાક્ષી સાથે આ રીતે ફરી રહી છે લંડન

સેરેના વિલિયમ્સે ક્વાર્ટરફાઇનલમાં ચીનની વાંગ કિયાંગ સામે
અમેરિકાની સ્ટાર મહિલા ખેલાડી સેરેના વિલિયમ્સે 22મી ક્રમાંકિત પેત્રાને હરાવ્યા બાદ 16મી વખત ટૂર્નામેન્ટના ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી છે. તે છ વખત ચેમ્પિયન બની ચુકી છે. તે 2017 બાદ કોઈ ગ્રાન્ડસ્લેમ જીતી શકી નથી. છેલ્લે તેણે ઓસ્ટ્રેલિયન ઓપનનું ટાઇટલ કબજે કર્યું હતું. તે 2014મા યૂએસ ઓપનમાં ચેમ્પિયન બની હતી. અંતિમ-8મા સેરેનાનો મુકાબલો ચીનની વાંગ કિયાંગ સામે થશે.

sports news tennis news us open novak djokovic roger federer