US Open : ફેડરર અને સેરેના સૌથી ઓલ્ડેસ્ટ ખેલાડી તરીકે મેદાન પર ઉતરશે

22 August, 2019 09:55 PM IST  |  Mumbai

US Open : ફેડરર અને સેરેના સૌથી ઓલ્ડેસ્ટ ખેલાડી તરીકે મેદાન પર ઉતરશે

રોજર ફેડરર અને સેરેના વિલિયમ્સ (PC : WTA, Getty Images)

Mumbai : ટેનિસ જગતની વર્ષની ત્રીજી ગ્રાન્ડ સ્લેમ એટલે યુએસ ઓપન 26મી ઓગસ્ટથી શરૂ થઇ રહી છે. તેવામાં તમામની નજર ટેનિસ જગતના બે દિગ્ગજ ખેલાડી રોજર ફેડરર અને અમેરિકાની સેરેના વિલિયમ્સ પર રહેશે. કારણ કે આ બંને દિગ્ગજ ખેલાડીઓ ઓપન એરામાં ઓલ્ડેસ્ટ પ્લેયર તરીકે રમશે. રોજર ફેડરરની અત્યારે ઉમર 38 વર્ષની છે અને સેરેના વિલિયમ્સ 37 વર્ષની છે. પુરૂષ કેટેગરીમાં છેલ્લે 1970 માં કેન રોઝવેલ 35 વર્ષ 10 મહિના અને 11 દિવસની વયે યુએસ ઓપનમાં સૌથી વધુ વય ધરાવતા ખેલાડી તરીકે રમવાનો રેકોર્ડ નોંધાવ્યો હતો. બીજી તરફ વિમેન્સમાં 2015ની ચેમ્પિયન ફ્લેવિયા પેનેટ્ટા 33 વર્ષ 6 મહિના અને 18 દિવસની વયે ઓલ્ડેસ્ટ પ્લેયર તરીકે રમી હતી.


ટેનિસ દિગ્ગજ જોકોવિચ સૌથી વધુ 8 ફાઇનલ રમ્યો છે
ટેનિસ જગતના દિગ્ગજ ખેલાડી એવા ર્સિબયાના નોવાક જોકોવિચ છેલ્લા પાંચમાંથી ચાર ગ્રાન્ડસ્લેમ જીત્યો છે. રફેલ નદાલ ચાલુ વર્ષના ફ્રેન્ચ ઓપનમાં ચેમ્પિયન બન્યો છે. જોકોવિચ યુએસ ઓપનમાં વિક્રમી 8 વખત ફાઇનલ રમ્યો છે. તેમ છતાં ત્રણ જ વખત ચેમ્પિયન બન્યો છે. 8 ફાઇનલ રમવાની સાથે તે ઇવાન લેન્ડલ તથા પેટ સામ્પ્રાસના રેકોર્ડની પણ સરભર કરી લીધી હતી.


આ પણ જુઓ : જાણો કેવી છે ઈન્ડિયાની નંબર વન ટેનિસ પ્લેયરની લાઈફ જર્ની તસવીરો સાથે

હાલેપ-ઓસાકા સતત બે ગ્રાન્ડસ્લેમ જીતી છે
નાઓમી ઓસાકા ગયા વર્ષે યુએસ ઓપન તથા 2019 ની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયન ઓપન જીત્યા બાદ કોઇ ગ્રાન્ડસ્લેમના ત્રીજા રાઉન્ડથી આગળ વધી શકી નથી. જોકે છેલ્લા ૧૬ ગ્રાન્ડસ્લેમમાં માત્ર ઓસાકા જ સતત બે ટાઇટલ જીતવામાં સફળ રહી છે. આ ઉપરાંત બેલ્જિયમની કિમ ક્લાઇસ્ટર્સ (2010 યુએસ ઓપન, 2011 ઓસ્ટ્રેલિયન ઓપન) બાદ સતત બે ગ્રાન્ડસ્લેમ જીતનાર પ્રથમ યુરોપિયન ખેલાડી બની છે.

આ પણ જુઓ : યાદ છે અન્ના કુર્નિકોવા? પૂર્વ ટેનિસ સ્ટાર આજે પણ લાગે છે એટલી જ હોટ

ટોપ-૩નો સતત 61 ગ્રાન્ડસ્લેમની સેમિફાઇનલમાં પ્રવેશ કરવાનો રેકોર્ડ
વર્લ્ડ રેન્કિંગમાં ટોચના ત્રણ ખેલાડીઓ જોકોવિચ, નદાલ તથા ફેડરરમાંથી ઓછામાં ઓછો એક ખેલાડી 2004 ના વિમ્બલ્ડન બાદ સતત 61 ગ્રાન્ડસ્લેમની સેમિફાઇનલમાં પ્રવેશ્યો છે. યુએસ ઓપનમાં જીમી કોનર્સ, પેટ સામ્પ્રાસ તથા રોજર ફેડરર વિક્રમી પાંચ વખત ચેમ્પિયન બની ચૂક્યા છે.

sports news tennis news us open roger federer serena williams novak djokovic rafael nadal