રિયો ઑલિમ્પિકની શૂટિંગ ઇવેન્ટમાં વર્માને ગોલ્ડ અને ચૌધરીને બ્રૉન્ઝ

31 August, 2019 08:50 AM IST  |  રિયો ડી જાનેરો

રિયો ઑલિમ્પિકની શૂટિંગ ઇવેન્ટમાં વર્માને ગોલ્ડ અને ચૌધરીને બ્રૉન્ઝ

અભિષેક વર્મા અને સૌરભ ચૌધરી

આઇએસએસએફ વર્લ્ડ કપમાં યોજાયેલી શૂટિંગ ઇવેન્ટમાં ભારતે બે મેડલ પોતાના નામે કર્યા છે. એશિયન ગેમ્સમાં મેડલ જીતનાર અભિષેક વર્માએ આ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ, જ્યારે સૌરભ ચૌધરી બ્રૉન્ઝ મેડલ જીત્યો છે. આ ટુર્નામેન્ટનો સિલ્વર મેડલ ટર્કીના પ્લેયર ઇસ્માઇલ કેલેસને મ‍ળ્યો હતો. વર્માએ કુલ ૨૪૪.૨ શૉટ જ્યારે સૌરભે ૨૨૧.૯ શૉટ કર્યા હતા. ટર્કીના પ્લેયરે ૨૪૩.૧ શૉટ કરીને મેડલ મેળવ્યો હતો. ગુરુવારે રમાયેલા ક્વૉલિફિકેશન રાઉન્ડમાં સૌરભ ૫૮૪ પૉઇન્ટ્સ સાથે ચોથા ક્રમાંકે, જ્યારે અભિષેક વર્મા ૫૮૨ પૉઇન્ટ્સ સાથે પાંચમા ક્રમાંકે રહ્યો છે.

આ પણ વાંચોઃ ક્રિકેટ પીચની બહાર પણ અનોખો છે સચિનનો અંદાજ

sports news