વિચિત્ર સેલિબ્રેશન બદલ રેફરીએ બતાવ્યું યલો કાર્ડ, નેમારે કર્યો વિરોધ

17 September, 2022 07:07 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નેમારે રેફરી સામે વિરોધ કર્યો હતો અને મૅચ પછી ટ્વિટર પર લખ્યું હતું, ‘ઍથ્લીટનું આ અપમાન કહેવાય. મેં કાંઈ ખોટું નથી કર્યું છતાં મને યલો કાર્ડ બતાવાયું. મને આ સજા જરાય સ્વીકાર્ય નથી.’

વિચિત્ર સેલિબ્રેશન બદલ રેફરીએ બતાવ્યું યલો કાર્ડ, નેમારે કર્યો વિરોધ

ઇઝરાયલના હૈફા શહેરમાં બુધવારે ચૅમ્પિયન્સ લીગમાં મૅક્બી હૈફા સામેની મૅચ દરમ્યાન પૅરિસ સેન્ટ-જર્મેઇન (પીએસજી)ની ટીમે ૩-૧થી જે જીત મેળવી એમાં પીએસજી વતી લિયોનેલ મેસી અને કીલિયાન ઍમ્બપ્પેના ગોલ પછી ત્રીજો ગોલ કરનાર બ્રાઝિલના નેમારે ૮૮મી મિનિટે ગોલ કર્યા બાદ સેલિબ્રેશનમાં સાથીઓ તરફ બે હાથ માથા પર મૂકીને જીભ બહાર કાઢી એ વર્તનથી રેફરી નારાજ થયા હતા અને તેને યલો કાર્ડ બતાવ્યું હતું. જોકે નેમારે રેફરી સામે વિરોધ કર્યો હતો અને મૅચ પછી ટ્વિટર પર લખ્યું હતું, ‘ઍથ્લીટનું આ અપમાન કહેવાય. મેં કાંઈ ખોટું નથી કર્યું છતાં મને યલો કાર્ડ બતાવાયું. મને આ સજા જરાય સ્વીકાર્ય નથી.’

sports news sports