રિયલ મૅડ્રિડનું વિક્રમજનક ૩૫મું લા લીગા ટાઇટલ

02 May, 2022 03:17 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

બીજા નંબરે બાર્સેલોનાએ ૨૬ વખત આ સ્પર્ધાનું ટાઇટલ જીત્યું છે.

વૉટ અ કિક! મેક્સિકોમાં શનિવારે મેક્સિકન ક્લોસુરા ફુટબૉલ સ્પર્ધાની મૅચ દરમ્યાન ઍટલસ ટીમનો જુલિયો ફુર્ચ (ડાબે) અને ટાઇગર્સ ટીમનો જીસસ ઍન્ગ્યુલો. આ મૅચ ૧-૧થી ડ્રૉ ગઈ હતી. એ.એફ.પી.

રિયલ મૅડ્રિડ ક્લબ માટે આ સીઝન વર્ચસવાળી રહી છે અને એનું વધુ એક ઉદાહરણ એ છે કે એણે શનિવારે એસ્પેન્યોલને ૪-૦થી હરાવીને વિક્રમજનક ૩૫મી વખત લા લીગા લીગનું ટાઇટલ જીતી લીધું હતું. મૅડ્રિડે પોતાનો જ રેકૉર્ડ પાર કરીને નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. બીજા નંબરે બાર્સેલોનાએ ૨૬ વખત આ સ્પર્ધાનું ટાઇટલ જીત્યું છે.
૨૦૨૧માં ઍટ્લેટિકો મૅડ્રિડ લા લીગાનું ટાઇટલ જીતી હતી અને એના આગલા વર્ષે (૨૦૨૦માં) રિયલ મૅડ્રિડ ચૅમ્પિયન બની હતી. ૨૪ વાર આ ટીમ રનર-અપ રહી છે.
ઈપીએલમાં સિટી, લિવરપુલ જીતી
મૅન્ચેસ્ટર સિટી અને લિવરપુલની ટીમ ઇંગ્લિશ પ્રીમિયર લીગ (ઈપીએલ)ના ટાઇટલની રેસમાં રસાકસીની સ્થિતિમાં ટકી રહી છે. ૮૨ પૉઇન્ટ ધરાવતી લિવરપુલે શનિવારે ન્યુકૅસલને ૧-૦થી હરાવી હતી અને ૮૩ પૉઇન્ટ ધરાવતી સિટીનો લીડ્સ સામે ૪-૦થી વિજય થયો હતો. ત્રીજા નંબરે ચેલ્સીના ૬૬ પૉઇન્ટ છે. જોકે ટાઇટલ માટેની દોડમાં સિટી-લિવરપુલ વચ્ચે હરીફાઈ છે.
મહિલાઓમાં બાર્સેલોના-લાયન ફાઇનલ
ડિફેન્ડિંગ ચૅમ્પિયન બાર્સેલોનાની ટીમ શનિવારે વિમેન્સ ચૅમ્પિયન્સ લીગની ફાઇનલમાં પહોંચી હતી. ડિફેન્ડિંગ ચૅમ્પિયન બાર્સેલોનાનો સાત વાર ટાઇટલ જીતનાર લાયન સામે ૨૧મી મેએ ઇટલીમાં ફાઇનલમાં મુકાબલો થશે. સેમી ફાઇનલમાં બાર્સેલોનાએ વલ્વ્ઝબર્ગને ૫-૩થી અને લાયને પીએસજીને ૫-૩થી હરાવી હતી.

રોક સકો તો રોકો
પૅરિસમાં શનિવારે મહિલાઓની ચૅમ્પિયન્સ લીગની સેમી ફાઇનલમાં પીએસજીની પોઉલિના ડુડેક (ડાબે) અને લાયન ક્લબની ઍડા હેગરબર્ગ. લાયને આ મૅચ ૨-૧થી જીતીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. લાયનના બેમાંથી એક ગોલ ઍડાએ કર્યો હતો. ફાઇનલમાં લાયનનો મુકાબલો બાર્સેલોના સાથે થશે.  એ.એફ.પી.

sports news football