US Open: નડાલ 5મીવાર ફાઇનલમાં પહોંચ્યો, રશિયાના મેદવેદેવ સામે ટક્કર

07 September, 2019 05:05 PM IST  |  Mumbai

US Open: નડાલ 5મીવાર ફાઇનલમાં પહોંચ્યો, રશિયાના મેદવેદેવ સામે ટક્કર

રફેલ નડાલ

Mumbai : વર્ષના ત્રીજા ગ્રાન્ડ સ્લેમમાં US Open 2019 માં ટેનિસ દિગ્ગજ રફેલ નડાલે શાનદાર પ્રદર્શન કરતા પાંચમી વાર ટુર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. હવે ફાઇનલમાં નડાલનો સામનો રશિયાના દાનિલ મેદવેદેવ સામે થશે. નડાલે સેમિફાઇનલમાં બેરિતિનીને ચાર સેટમાં 7-6(8/6), 6-4, 6-1થી હરાવ્યો હતો. જો રફેલ નડાલ ફાઇનલ જીતશે તો 19મી વખત ગ્રાન્ડ સ્લેમ જીતશે. તેમજ રોજર ફેડરરના 20 ગ્રાન્ડસ્લેમના રેકોર્ડથી માત્ર 1 કદમ દૂર રહેશે.


દાનિલ મેદવેદેવ અને નડાલ વચ્ચે ટાઇઠલ માટે જંગ ખેલાશે
તો દાનિલ મેદવેદેવે પહેલી યુએસ ઓપનમાં પહેલીવાર ફાઇનલમાં પહોંચ્યો છે. તેણે બલ્ગેરિયાના ગ્રેગર દિમિત્રોવને 7-6 (7/5), 6-4, 6-3થી હરાવ્યો હતો. દિમિત્રોવ ક્વાર્ટરફાઇનલમાં ફેડરર સામે હાર્યો હતો. મેદવેદેવે 19 વર્ષ પછી યુએસ ઓપનની ફાઇનલમાં પહોંચનાર રશિયાનો ખેલાડી છે. છેલ્લે 2000માં મરાત સેફિન ચેમ્પિયન બન્યો હતો. મેદવેદેવે 2005 પછી કોઈ ગ્રાન્ડસ્લેમની ગ્રાન્ડસ્લેમની ફાઇનલમાં પહોંચનાર રશિયન ખેલાડી છે. છેલ્લે સેફિન જ ઓસ્ટ્રેલિયન ઓપનમાં પહોંચ્યો હતો.


આ પણ જુઓ : રવિન્દ્ર જાડેજાઃ 'સર'નો આવો છે રજવાડી અંદાજ

રફેલ નડાલ 27મી વાર ગ્રાન્ડ સ્લેમની ફાઇનલમાં પહોંચ્યો
નડાલે જીત્યા પછી કહ્યું હતું કે, ફાઇનલમાં પહોંચીને ખુશ છું. સીઝનની શરૂઆત અઘરી રહી હતી. આ ફાઇનલમાં રમવું મારા માટે બહુ મહત્ત્વનું છે. નડાલે આ વર્ષે જ 12મી વખત ફ્રેન્ચ ઓપનનું ટાઇટલ જીત્યું હતું. તે ચાર વાર યુએસ ઓપન જીતી ચૂક્યો છે. આ ટૂર્નામેન્ટને સૌથી વધુ વખત જીતવાનો રેકોર્ડ રોજર ફેડરર, પીટ સેમ્પ્રાસ અને જિમી કોર્નર્સના નામે છે. ત્રણેય પાંચ-પાંચ વાર ચેમ્પિયન બન્યા છે. નડાલ 27મી વાર ગ્રાન્ડસ્લેમની ફાઇનલમાં પહોંચ્યો છે. તે છેલ્લે 2017માં ચેમ્પિયન બન્યો હતો.

tennis news us open rafael nadal