સેકન્ડ રાઉન્ડમાં એક પણ સર્વ કર્યા વગર યુએસ ઓપનમાં નડાલની આગેકૂચ

31 August, 2019 08:55 AM IST  |  ન્યૂયોર્ક

સેકન્ડ રાઉન્ડમાં એક પણ સર્વ કર્યા વગર યુએસ ઓપનમાં નડાલની આગેકૂચ

હાલમાં ચાલી રહેલી યુએસ ઓપન ટુર્નામેન્ટમાં રાફેલ નડાલે પોતાની વિજયયાત્રા ચાલુ રાખી છે, જ્યારે મહિલાઓની મૅચમાં નંબર-વન પ્લેયર સિમોના હાલેપે હારનો સામનો કરવો પડ્યો છે. ત્રણ વખત ચૅમ્પિયન રહી ચૂકેલો રાફેલ નડાલ યુએસ ઓપનની મૅચમાં સેકન્ડ રાઉન્ડમાં એક પણ બૉલ રમ્યા વિના જીતી ગયો હતો. વાસ્તવમાં તેના હરીફ થાનાસી કોક્કીનાકીસને જમણા ખભામાં દુખાવો થતાં તે રમી શક્યો નહોતો. આ કારણસર નડાલને વિજેતા જાહેર કરવામાં આવ્યો હતો. નડાલનો મુકાબલો હવે આજે સ્પૅનિયર્ડ ફર્નાન્ડો વેર્ડાસ્કો અથવા સાઉથ કોરિયન પ્લેયર ચુંગ હ્યીઓન સામે થશે.

આ પણ વાંચોઃ ક્રિકેટ પીચની બહાર પણ અનોખો છે સચિનનો અંદાજ

પુરુષોની બીજી ગેમમાં ઑસ્ટ્રેલિયન પ્લેયર નિક ક્યાર્ગીઓસે ફ્રાન્સના ઍન્ટની હોએંગને ૬-૪, ૬-૨, ૬-૪થી માત આપી હતી.
સામા પક્ષે મહિલાઓની ગેમમાં નબંર-વન પ્લેયર સિમોના હાલેપને ટેલર ટાઉનસેન્ડ સામે ૬-૨, ૩-૬, ૬-૭ (૪)થી હારનો સામનો કરવો પડ્યો છે.

rafael nadal us open tennis news