US Open: નડાલે પુર્વ ચેમ્પિયન સિલિચને હરાવી 40મીવાર ક.ફાઈનલમાં પહોંચ્યો

03 September, 2019 07:45 PM IST  |  Mumbai

US Open: નડાલે પુર્વ ચેમ્પિયન સિલિચને હરાવી 40મીવાર ક.ફાઈનલમાં પહોંચ્યો

રફેલ નડાલ

Mumbai : વર્ષના ત્રીજા ગ્રાન્ડ સ્લેમ ઓપન 2019 ટુર્નામેન્ટમાં અનેક અપસેટો જોવા મળ્યા હતા. ત્યારે ટેનિસ સ્ટાર રફેન નડાલે પુર્વ યુએસ ઓપન ચેમ્પિયન ક્રોએશિયાના મારિન સિલિચને માત આપીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે.


નડાલ ત્રણવાર યુએસ ઓપન જીતી ચુક્યો છે
US Open માં સોમવારે રાત્રે સ્પેનના રાફેલ નડાલે 2014ના ચેમ્પિયન ક્રોએશિયાના મારિન સિલિચને હરાવ્યો હતો. આ જીત સાથે નડાલ ક્વાર્ટફાઇનલમાં પહોંચી ગયો છે. તેનો મુકાબલો આર્જેન્ટિનાના ડિએગો એસ સામે થશે. બીજી સીડ પ્રાપ્ત નડાલે સિલિચને 6-3, 3-6, 6-1, 6-2થી હરાવ્યો હતો. તે 2010, 2013 અને 2017માં યુએસ ઓપન જીતી ચૂક્યો છે. નડાલ 40મી વાર ગ્રાન્ડસ્લેમની ક્વાર્ટરફાઇનલમાં પહોંચ્યો છે. યુએસ ઓપનમાં આ તેની 9મી ક્વાર્ટફાઇનલ હશે.

રફેલ નડાલે જીત બાદ કહ્યું કે, અહીંયા રમીને હું જે અનુભવું છું તે કહી શકું તેમ નથી. હું આ રમતને પ્રેમ કરું છું. પોતાને ભાગ્યશાળી માનું છું કે હજી પણ અહિયાં ટેનિસ રમી રહ્યો છું. આગામી મુકાબલા અંગે તેણે કહ્યું કે ડિએગો સારું ટેનિસ રમી રહ્યો છે. તે આ વખતના સારા ખેલાડીઓમાંથી એક છે.

આ પણ જુઓ : શું તમને ખબર છે કેટલું ભણેલા છે આ સ્ટાર ભારતીય ક્રિકેટર્સ?

જ્વેરેવ હાર્યો, 18 ગ્રાન્ડ સ્લેમમાં માત્ર 2 વાર ક્વાર્ટરફાઇનલમાં પહોંચ્યો
20મી સીડ પ્રાપ્ત સ્વાત્જર્મેને વર્લ્ડ નંબર 6 જર્મનીના એલેક્ઝેન્ડર જવેરેવને હરાવ્યો હતો. તેણે આ મુકાબલો 3-6, 6-2, 6-4, 6-3થી જીત્યો હતો.જ્વેરેવ 18મી વાર ગ્રાન્ડ સ્લેમ રમવા ઉતર્યો હતો. તે અત્યાર સુધી બે વાર ક્વાર્ટફાઇનલમાં પહોંચવામાં સફળ રહ્યો છે.


આ પણ જુઓ : યાદ છે અન્ના કુર્નિકોવા? પૂર્વ ટેનિસ સ્ટાર આજે પણ લાગે છે એટલી જ હોટ

માટેઓ બેરેતિનીએ રૂસના આન્દ્રે રુબલેવને હરાવ્યો
ઇટાલીનો માટેઓ બેરેતિની પણ ક્વાર્ટરફાઇનલમાં પહોંચ્યો છે. તે 42 વર્ષમાં યુએસ ઓપનના અંતિમ 8માં પહોચનાર પ્રથમ ઇટાલિયન ખેલાડીઓ બન્યો છે. 1977માં કોરાદો બારાઝુતી સેમિફાઇનલમાં પહોંચી હતી, પરંતુ તેને હારનો સામનો કરવો પડ્યો હતો. બેરેતિની વર્લ્ડ નંબર 43 રુસના આન્દ્રે રુબલેવને 6-1, 6-4, 7-6 (8/6)થી હરાવ્યો હતો.

tennis news us open sports news rafael nadal