ઑસ્ટ્રેલિયન ઓપનમાં બાર્ટી-નડાલ ક્વૉર્ટર ફાઇનલમાં

16 February, 2021 08:41 AM IST  |  Melbourne | Gujarati Mid-day Correspondent

ઑસ્ટ્રેલિયન ઓપનમાં બાર્ટી-નડાલ ક્વૉર્ટર ફાઇનલમાં

રાફેલ નડાલ

સ્પેનના દિગ્ગજ ટેનિસ પ્લેયર રાફેલ નડાલે ગઈ કાલે ફેબિયો ફોગનિનીને ૬-૩, ૬-૪, ૬-૨થી હરાવીને ઑસ્ટ્રેલિયન ઓપનની ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી ગયો હતો. રેકૉર્ડ ૨૧મા ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ માટે રમી રહેલા વર્લ્ડ નંબર-ટૂ નડાલ ઑસ્ટ્રેલિયન ઓપનમાં ૧૩મી વાર ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચ્યો હતો. ક્વૉર્ટર ફાઇનલમાં નડાલનો મુકાબલો હવે સ્ટોફાનોસ સિટિસીપાસ સાથે થશે. મહિલા સિંગલ્સમાં વર્લ્ડ નંબર-વન ઍશ બાર્ટીએ પણ તેની વિજયકૂચ જાળવી રાખીને ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. બાર્ટીએ ગઈ કાલે શૅલ્બી રૉજર્સને ૬-૩, ૬-૪ એમ સીધા સેટમાં હરાવી હતી. બાર્ટ ગયા વર્ષે અહીં સેમી ફાઇનલમાં હારી ગઈ હતી.

sports sports news australian open rafael nadal