આર. પ્રજ્ઞાનાનંદ ફાઇનલમાં હારી ગયો

28 May, 2022 03:39 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ચીનના ૨૯ વર્ષના ડિન્ગે પોતાનો વર્ષોનો અનુભવ કામે લગાડીને પ્રજ્ઞાનાનંદને હરાવ્યો હતો.

આર. પ્રજ્ઞાનાનંદ ફાઇનલમાં હારી ગયો

ભારતનો ૧૬ વર્ષનો ચેસ-સ્ટાર આર. પ્રજ્ઞાનાનંદ ગઈ કાલે ચેસેબલ માસ્ટર્સ ૨૦૨૨ ઑનલાઇન ટુર્નામેન્ટની ફાઇનલમાં હારી જતાં ટાઇટલ ગુમાવી બેઠો હતો. વર્લ્ડ નંબર ટૂ ચીનના ડિન્ગ લાઇરેન સામે પ્રથમ સેટ ૧.૫-૨.૫થી હારી ગયા બાદ ગઈ કાલે બીજો સેટ એ જ માર્જિનથી જીતી જતાં બ્લિટ્ઝ ટાઇ-બ્રેક થઈ હતી જેમાં પ્રજ્ઞાનાનંદનો પરાજય થયો હતો. ચીનના ૨૯ વર્ષના ડિન્ગે પોતાનો વર્ષોનો અનુભવ કામે લગાડીને પ્રજ્ઞાનાનંદને હરાવ્યો હતો.

sports news sports chess