19 September, 2026 08:42 PM IST | Japan | Gujarati Mid-day Correspondent
ટેકબૉલ સેમી-ફાઇનલમાં પહોંચી ભારતની ક્વિન્સી ડિસોઝા
ભારતની ક્વિન્સી ડિસોઝાએ ટેકબૉલની મહિલા સિંગલ્સ સેમી-ફાઇનલમાં એન્ટ્રી કરી છે. એશિયન ગેમ્સના ૭૫ વર્ષના ઇતિહાસમાં પહેલી જ વખત ટેકબૉલની રમત ઉમેરવામાં આવી છે.
ટેકબૉલ એ ફુટબોલ પર આધારિત રમત છે જે વળાંકવાળા ટેબલ પર રમવામાં આવે છે. એમાં ખેલાડીઓ તેમનાં પગ, ઘૂંટણ, છાતી અને માથાનો ઉપયોગ કરી શકે છે; પરંતુ હાથનો ઉપયોગ કરી શકતા નથી.
બૉલને પરત મોકલવા માટે દરેક પક્ષના ખેલાડીઓને વધુમાં વધુ ત્રણ ‘ટચ’ (સ્પર્શ) કરવાની છૂટ હોય છે અને તેઓ શરીરના એક જ અંગનો સતત બે વાર ઉપયોગ કરી શકતા નથી. આ રમતમાં ૧૨ પૉઇન્ટના ત્રણ સેટ (બેસ્ટ-ઑફ-થ્રી) હોય છે.