વિશ્વમાં વધુ કમાણી કરતી મહિલા ખેલાડીઓમાં પીવી સિન્ધુ એક માત્ર ભારતીય

07 August, 2019 09:50 PM IST  |  Mumbai

વિશ્વમાં વધુ કમાણી કરતી મહિલા ખેલાડીઓમાં પીવી સિન્ધુ એક માત્ર ભારતીય

Mumbai : સાઇના નેહવાલ બાદ ભારતમાં બેડમિન્ટન ક્ષેત્રે દિગ્ગજ મહિલા ખેલાડીનું નામ આવતું હોય તો તે પીવી સિન્ધુ છે. પીવી સિન્ધુએ પોતાની કારકિર્દીમાં શાનદાર પ્રદર્શન કરતા આંતરરાષ્ટ્રીય કક્ષાએ અનેક સિદ્ધીઓ પોતાના નામે કરી છે. ત્યારે હાલમાં જ ફોર્બ્સએ સ્પોર્ટ્સ ક્ષેત્રે સૌથી વધુ કમાણી કરતા મહિલા ખેલાડીઓની યાદી જાહેર કરી હતી. તેમાં એક માત્ર ભારતીય મહિલા ખેલાડીનું નામ હતું કે પીવી સિન્ધુ. ફોર્બ્સ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં સિંધુ વિશ્વમાં સર્વાધિક કમાણી કરનારી મહિલા ખેલાડીઓમાં 13મા સ્થાન પર છે. ફોર્બ્સે સૌથી વધુ કમાણી કરનારી વિશ્વની 15 મહિલા ખેલાડીઓની આ યાદી જાહેર કરી છે. આ યાદીમાં અમેરિકાની દિગ્ગજ ટેનિસ સ્ટાર સેરેના વિલિયમ્સ ટોપ પર છે.

પીવી સિન્ધુની કમાણી 55 લાખ અમેરિકન ડોલર છે
ફોર્બ્સ દ્વારા જાહેર સર્વાધિક કમાણી કરનારી મહિલા એથલીટ્સ
2019ની આ યાદી પ્રમાણે સિંધુની કમાણી 55 લાખ અમેરિકન ડોલર (આશરે 38 કરોડ 86 લાખ 87 હજાર રૂપિયા) છે. ફોર્બ્સે કહ્યું, 'સિંધુ ભારતીય બજારમાં કમાણી કરનાર અગ્રણી મહિલા એથલીટ છે. વર્ષ 2018માં BWF વર્લ્ડ ટૂર ફાઇન્લ્સ જીતનારી પ્રથમ ભારતીય મહિલા બની હતી.'

આ પણ જુઓ : ધોનીનો ઑટોગ્રાફ લેવા માટે તેની પાછળ દોડતો આ 'ગુજરાતી' હવે આખી ટીમને રાખશે ફિટ

ટોચના સ્થાને સેરેના વિલિયમ્સ 29.2 મિલિયન ડોલરની કમાણી સાથે પહેલા સ્થાને છે
ટોપ
15 ખેલાડીઓની યાદીમાં સેરેના વિલિયમ્સ પ્રથમ સ્થાન પર છે. સેરેનાની કુલ કમાણી 29.2 મિલિયન ડોલર (આશરે કરોડ અમેરિકી ડોલર) છે. ફોર્બ્સે જણાવ્યું કે, 37 વર્ષીય સેરેના આગામી વર્ષ સુધી ટેનિસ રમશે. ત્યારબાદ તે પોતાની નવી ઈનિંગના રૂપમાં ક્લોથિંગ લાઇનમાં 'S બાઇ સેરેના'માં આવશે અને 2020 સુધી તે જ્વેલરી અને સૌંદર્ય ઉત્પાદકોને પણ લોન્ચ કરશે.

આ પણ જુઓ : Sanjana Ganesan: જુઓ એન્જિનિયરમાંથી સ્પોર્ટ્સ એન્કર બનેલી ગ્લેમર ગર્લના ફોટોસ

જાપાનની નાઓમી ઓશાકા બીજા સ્થાન પર છે
આ યાદીમાં બીજા સ્થાન પર જાપાનની નાઓમી ઓસાકા છે
, જેણે 2018મા યૂએસ ઓપનનું ટાઇટલ પોતાના નામે કર્યું હતું. આ ટાઇટલ મુકાબલામાં ઓસાકાએ 23 વખતની ગ્રાન્ડસ્લેમ વિજેતા સેરેનાને પરાજય આપ્યો હતો. ઓસાકાની કુલ કમાણી 24 લાખ અમેરિકન ડોલર છે. 15 મહિલા એથલીટ્સ વાળી આ યાદીમાં તે મહિલા ખેલાડીઓને સામેલ કરવામાં આવી છે, જેની કમાણી 50 લાખ અમેરિકન ડોલર છે. જો આટલી કમાણી કરવા પ્રમાણે પુરૂષ ખેલાડીઓ પર નજર કરીએ, તો 50 લાખ અમેરિકન ડોલરની કમાણી કરનાર 1300થી વધુ પુરૂષ ખેલાડી આ વર્ષે આવા હશે.

badminton news sports news pv sindhu forbes