20 July, 2026 11:10 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગોલ્ડ મેડલ મેળવ્યા બાદ સિલ્વર મેડલ જીતનાર અકાને યામાગુચી સાથે સેલ્ફી લીધો પી.વી. સિંધુએ
પી.વી. સિંધુએ રવિવારે ટોક્યોમાં મહિલા સિંગલ્સ જપાન ઓપન ટાઇટલ જીતીને ઇતિહાસ રચ્યો છે. ૩૧ વર્ષની પી.વી. સિંધુ જપાન ઓપનનાં ૫૪ વર્ષના ઇતિહાસમાં બૅડ્મિન્ટન ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય શટલર બની છે. છેલ્લે તેણે ડિસેમ્બર ૨૦૨૪માં સૈયદ મોદી ઇન્ટરનૅશનલ ટાઇટલ જીત્યું હતું.
ફાઇનલમાં પી.વી. સિંધુની ટક્કર વર્લ્ડ નંબર-થ્રી એવી જપાનની અકાને યામાગુચી સામે થઈ હતી. તેણે અકાને યામાગુચી સામે ૨૧-૧૭, ૨૧-૧૭થી જીત નોંધાવી હતી. અકાને યામાગુચી છઠ્ઠી વખત ફાઇનલ મૅચ રમી રહી હતી, જ્યારે પી.વી. સિંધુ પહેલી વખત જપાન ઓપનમાં ફાઇનલ મૅચ રમી રહી હતી.
પી.વી. સિંધુ આ હરીફ સામે છેલ્લી પાંચમાંથી ચાર મૅચ હારી હતી. જોકે હવે હેડ-ટુ-હેડ રેકૉર્ડમાં ૧૬-૧૪થી વધુ આગળ પહોંચી ગઈ છે.