સ્વિટ્ઝરલૅન્ડ ઓપનની સેમી ફાઇનલમાં સિંધુ અને સાઇનાની થઈ શકે છે ટક્કર

02 March, 2021 10:52 AM IST  |  Switzerland | Agency

સ્વિટ્ઝરલૅન્ડ ઓપનની સેમી ફાઇનલમાં સિંધુ અને સાઇનાની થઈ શકે છે ટક્કર

પી. વી. સિંધુ

આજથી શરૂ થઈ રહેલી સ્વિસ ઓપન બૅડ્મિન્ટન ટુર્નામેન્ટમાં પી. વી. સિંધુ અને સાઇના નેહવાલ એક જ હાફમાં હોવાથી સેમી ફાઇનલમાં આમને-સામને થઈ શકે છે. જોકે આ પહેલાં તેમણે અનેક પ્રતિસ્પર્ધીઓને હરાવીને સેમી ફાઇનલ સુધી પહોંચવું પડશે.

પહેલા રાઉન્ડમાં સિંધુનો મુકાબલો ટર્કીની નેસ્લીહાન ઇગિટ સાથે થશે અને અંતિમ આઠમાં પહોંચ્યા બાદ એનો મુકાબલો અંદાજ પ્રમાણે થાઇલૅન્ડની બુસનાન ઓંગબામરંગફાન સાથે થઈ શકે છે. સામા પક્ષે સાઇનાએ પણ શાનદાર પ્રદર્શન કરીને છઠ્ઠી વરિયતા પ્રાપ્ત સુંગ જી હ્યુન અને ડેન્માર્કની વરિય મિયા બ્લિચફેલ્ટ સામે જીતીને સેમી ફાઇનલ સુધી પહોંચવું પડશે.

પુરુષ એકલ વર્ગમાં સમીર વર્મા, એચ. એસ. પ્રણૉય, કિદામ્બી શ્રીકાંત અને બી. સાઈ પ્રણીત પણ રમતા જોવા મ‍ળશે.

saina nehwal pv sindhu badminton news sports news