Indonesia Open:પીવી સિન્ધુ અને શ્રીકાંત પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા

24 July, 2019 03:48 PM IST  |  Mumbai

Indonesia Open:પીવી સિન્ધુ અને શ્રીકાંત પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા

Mumbai : ભારતીય મહિલા બેડમિન્ટન ખેલાડી પીવી સિન્ધુ અને કિડાંબી શ્રીકાંતે શાનદાર પ્રદર્શન કરતા બુધવારે વર્લ્ડ ટુર સુપર 100 ટુર્નામેન્ટ ઇન્ડોનેશિયા ઓપન 2019માં પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. પીવી સિન્ધુ એક મહિનાના બ્રેક બાદ બેડમિન્ટનના મેદાન પર ઉતરી છે. પીવી સિંધુ અને શ્રીકાંતે ક્રમશઃ મહિલા અને પુરૂષ સિંગલ્સના પ્રથમ રાઉન્ડમાં જાપાનના ખેલાડીઓ અયા ઓહોરી અને કેંતા નિશિમોતોને હરાવ્યા હતા.

પીવી સિન્ધુ ચાલુ વર્ષના પોતાના પહેલા ટાઇટલ જીતવાના ઇરાદા સાથે ઓહોરોની
11-21, 21-15, 21-15થી હાર આપી હતી. જ્યારે આ વર્ષે ઈન્ડિયા ઓપનના ફાઇનલમાં પહોંચનાર આઠમી વરીયતા શ્રીકાંતે નિશિમોતોને માત્ર 38 મિનિટમાં 21-14, 21-13થી પરાજય આપ્યો હતો. ઓહોરી સામે સિંધુની આ સતત સાતમી જીત છે જ્યારે શ્રીકાંતે નિશિમોતો વિરુદ્ધ પાંચમી જીત મેળવી હતી. નિશિમોતોએ છ મુકાબલામાં માત્ર એકવાર શ્રીકાંનતે હરાવ્યો છે.

આ પણ જુઓ : ક્રિકેટની ફૅન રાતોરાત બની ગઈ હતી ફૅમસ, જાણો કોણ છે?

વિશ્વની પાંચમાં નંબરની ખેલાડી સિંધુ બીજા રાઉન્ડમાં ડેનમાર્કની મિયા બ્લિકફેલ્ટ અને હોંગકોંગની યિપ પુઈ યિન વચ્ચે રમાનારા મુકાબલાની વિજેતા સામે ટકરાશે. વિશ્વમાં નવમાં નંબરના ખેલાડી શ્રીકાંતનો સામનો બીજા રાઉન્ડમાં ફ્રાન્સના બ્રાઇસ લેવરડેજ અને હોંગકોંગના એનજી કા લોંગ એંગસ વચ્ચે રમાનારી મેચના વિજેતા સામે થશે. બી સાઈ પ્રણીત હોંગકોંગના વોંગ વિંગ કી વિન્સેન્ટ વિરુદ્ધ
15-21 21-13 10-21ની હાર સાથે સ્પર્ધામાંથઈ બહાર થઈ ગયો હતો.

pv sindhu badminton news kidambi srikanth