૧૩૨ વર્ષ જૂની ડુરૅન્ડ કપ ટુર્નામેન્ટની ત્રણ ટ્રોફીનું અનાવરણ કર્યું પ્રેસિડન્ટ દ્રૌપદી મુર્મુએ

11 July, 2024 08:50 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

આ વર્ષે ૨૭ જુલાઈથી ૩૧ ઑગસ્ટ વચ્ચે ભારતની ૨૪ ટીમો વચ્ચે આ ટુર્નામેન્ટની ૧૩૩મી સીઝનની શરૂઆત થશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે ટ્રોફીનું અનાવરણ કરવામાં આવ્યું

ભારત જેવા ક્રિકેટપ્રેમી દેશમાં છેલ્લાં ૧૦૦થી વધુ વર્ષોથી ફુટબૉલની ડુરૅન્ડ કપ ટુર્નામેન્ટ યોજાય છે. આ વર્ષે ૨૭ જુલાઈથી ૩૧ ઑગસ્ટ વચ્ચે ભારતની ૨૪ ટીમો વચ્ચે આ ટુર્નામેન્ટની ૧૩૩મી સીઝનની શરૂઆત થશે. એશિયાની પહેલી અને દુનિયાની પાંચમી સૌથી જૂની આ ટુર્નામેન્ટ નૉર્થ-ઈસ્ટનાં ચાર શહેરોમાં યોજાશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે ટ્રોફીનું અનાવરણ કરવામાં આવ્યું ત્યારે ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ, આર્મી ચીફ જનરલ મનોજ પાંડે અને નૌકાદળના વડા ઍડ્મિરલ દિનેશ કુમાર ત્રિપાઠી પણ હાજર હતા. ભારતીય સેના દ્વારા ત્રણેય સેના વતી અને ઑલ ઇન્ડિયા ફુટબૉલ ફેડરેશનના નેજા હેઠળ આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. ૧૮૮૮થી રમાતી આ ટુર્નામેન્ટના વિજેતાને શિમલા કપ, પ્રેસિડન્ટ કપ અને ડુરૅન્ડ કપની ટ્રોફી એનાયત કરવામાં આવે છે. 

રાષ્ટ્રપતિ ભવનમાં સાયના નેહવાલ સાથે બૅડ્‌મિન્ટન રમ્યાં પ્રેસિડન્ટ દ્રૌપદી મુર્મુ

ભારતનાં પ્રેસિડન્ટ દ્રૌપદી મુર્મુ હાલમાં એક અલગ અંદાજમાં જોવા મળ્યાં હતાં. ગઈ કાલે તેમણે રાષ્ટ્રપતિ ભવનની બૅડ્‌મિન્ટન કોર્ટમાં સ્ટાર ખેલાડી સાયના નેહવાલ સાથે બૅડ્‌મિન્ટનની રમત પર હાથ અજમાવ્યો હતો. આજે હર સ્ટોરી - માય સ્ટોરી લિટરેચર સિરીઝના ભાગરૂપે પદ્મ અવૉર્ડથી સન્માનિત સાયના નેહવાલ રાષ્ટ્રપતિ ભવનના કલ્ચરલ સેન્ટરમાં દર્શકો સાથે સંવાદ કરશે. 

football droupadi murmu badminton news saina nehwal sports sports news