નાઓમી ઓસાકાએ શરૂ કરી તૈયારી

21 July, 2021 03:10 PM IST  |  Mumbai | Agency

મૂળ જપાનની, પરંતુ ઉછેર અમેરિકામાં થયો હોવાથી ઘણાએ ઓસાકાની ટીકા કરી છે, પરંતુ ઓસાકાના મતે ૧૪ વર્ષની ઉંમરથી તે જપાનની ખેલાડી તરીકે જ ટેનિસ રમે છે. 

નાઓમી ઓસાકાએ શરૂ કરી તૈયારી

ફ્રેન્ચ ઓપન અધવચ્ચેથી છોડી જવાને કારણે વિવાદમાં આવેલી જપાનની ટેનિસ ખેલાડી નાઓમી ઓસાકાએ ટોક્યો ઑલિમ્પિક્સ માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેને પ્રૅક્ટિસ કરતી જોતાં તેના ચાહકો ખુશ થઈ ગયા હતા. ઓસાકા આ વર્ષે વિમ્બલ્ડનમાં પણ નહોતી રમી. આ વર્ષની શરૂઆતમાં તે ઑસ્ટ્રેલિયન ઓપન પણ જીતી હતી. મૂળ જપાનની, પરંતુ ઉછેર અમેરિકામાં થયો હોવાથી ઘણાએ ઓસાકાની ટીકા કરી છે, પરંતુ ઓસાકાના મતે ૧૪ વર્ષની ઉંમરથી તે જપાનની ખેલાડી તરીકે જ ટેનિસ રમે છે. 

sports sports news