તૈયારીઓ જોરમાં, ચાર નવી રમતોનો સમાવેશ

19 July, 2021 04:28 PM IST  |  Mumbai | Agency

ઑલિમ્પિક્સમાં આ વખતે ૩૩૯ મેડલ માટે સ્પર્ધા થશે. પહેલી વખત સ્કેટબોર્ડ અને સર્ફિંગનો સમાવેશ થયો છે, જેને ૨૦૨૪ પૅરિસ ઑલિમ્પિક માટે પણ મંજૂરી મળી છે.

હોડી સ્પર્ધા પહેલાં ટોક્યોના સી ફૉરેસ્ટ વૉટર વેમાં તાલીમ લેતી ઑસ્ટ્રેલિયાની ટીમ. તસવીર : પી.ટી.આઇ

ટોક્યો ઑલિમ્પિક્સમાં ચાર નવી રમતનો સમાવેશ થયો છે; જેમાં સ્કેટબોર્ડ, સર્ફિંગ, સ્પોર્ટ્સ ક્લાઇમ્બિંગ અને કરાટે છે. ઑલિમ્પિક્સમાં આ વખતે ૩૩૯ મેડલ માટે સ્પર્ધા થશે. પહેલી વખત સ્કેટબોર્ડ અને સર્ફિંગનો સમાવેશ થયો છે, જેને ૨૦૨૪ પૅરિસ ઑલિમ્પિક માટે પણ મંજૂરી મળી છે. સ્કેટબોર્ડમાં પાર્ક અને સ્ટ્રીટ બે વર્ગમાં સ્પર્ધા થશે. સર્ફિંગ પુરુષ અને મહલા બન્ને વર્ગમાં થશે. યુવાઓમાં આજકાલ સ્પોર્ટ્સ ક્લાઇમ્બિંગને લઈને ગાંડપણ છે. જે વ્યક્તિગત સ્પર્ધા તરીકે પુરુષ અને મહિલા બન્ને વર્ગમાં થશે. કરાટે જપાનનો પારંપરિક માર્શલ આર્ટ છે અને એની શરૂઆત જપાનના ઓકિનાવામાં ૧૮૬૮માં થઈ હતી. દેશમાં એની લોકપ્રિયતાને જોતાં એને કાર્યક્રમનો ભાગ બનાવવામાં આવ્યો છે. બેઝ બૉલ અને સૉફ્ટ બૉલ પહેલાં પણ ઑલિમ્પિક્સનો ભાગ હતો. બેઝ બૉલને ૧૯૯૨ના બાર્સેલોનામાં સામેલ કરવમાં આવી હતી, જે ૨૦૦૮ સુધી હતી, પરંતુ ત્યાર બાદ એને હટાવવામાં આવી હતી. તો સૉફટ બૉલ ૧૯૯૬ ઍટલાન્ટા ઑલિમ્પિક્સમાં હતી અને એ પણ ૨૦૦૮ સુધી હતી, પણ ત્યાર બાદ એને હટાવવામાં આવી હતી. 

sports news sports