02 August, 2026 09:11 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રીતિ પવાર
કૉમનવેલ્થ ગેમ્સ 2026ની બૉક્સિગ ઇવેન્ટમાં ૬ મહિલા અને ૪ પુરુષ સહિત ૧૦ બૉક્સર ફાઇનલમાં પહોંચ્યાં હતાં, જેમાંથી બાવીસ વર્ષની પ્રીતિ પવારે ભારતને આ આવૃત્તિનો પહેલો બૉક્સિંગ મેડલ અને ઓવરઑલ ૨૪મો મેડલ અપાવ્યો હતો.
પ્રીતિ પવારે પોતાની પહેલી કૉમનવેલ્થ ગેમ્સમાં મહિલાઓની ૫૪ કિલોની કૅટેગરીની ફાઇનલમાં કૅનેડાની હરીફ સામે ત્રણેય રાઉન્ડમાં શાનદાર પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ પોતાને નામે કર્યો હતો. પ્રીતિ પવારનો જન્મ હરિયાણામાં થયો હતો જે ભારતની બૉક્સિંગ નર્સરી તરીકે ઓળખાય છે. ખેલાડીઓના પરિવારમાં જન્મેલી પ્રીતિ પવારે ૧૪ વર્ષની ઉંમરથી બૉક્સિંગ શીખવાનું શરૂ કરી દીધું હતું.