મીરાબાઈ ચાનુને નરેન્દ્ર મોદીએ હાથેથી લાડુ ખવડાવ્યો

11 August, 2026 09:37 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કોમનવેલ્થ ગેમ્સ 2026ના મેડલ વિજેતાઓ સાથેની મુલાકાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મીરાબાઈ ચાનુને પોતાના હાથે લાડુ ખવડાવીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.

લાડુ ખવડાવીને વર્ષગાંઠની શુભકામના આપી.

કૉમનવેલ્થ ગેમ્સ 2026ના મેડલ વિજેતાઓની વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની રવિવારની મુલાકાતમાં વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુ છવાઈ ગઈ હતી. નાસ્તા દરમ્યાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મીરાબાઈ ચાનુને પોતાના હાથથી લાડુ ખવડાવ્યો હતો. 
લાડુ ખાઈને મીરાબાઈ ચાનુએ કહ્યું, ‘ગઈ કાલે ૮ ઑગસ્ટે મારી વર્ષગાંઠ હતી અને આજે મને વડા પ્રધાનના હાથે લાડુ ખાવા માળ્યો એ મારા માટે ખુશીની વાત છે.’
આ સાંભળીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મીરાબાઈના માથા પર હાથ મૂકીને આશીર્વાદ પણ આપ્યા હતા.
૩૨ વર્ષની થયેલી મીરાબાઈ ચાનુએ વડા પ્રધાનને નાની વેઇટલિફિંટિંગ પ્લેટ ગિફ્ટમાં આપી હતી. આ પ્લેટ પર મીરાબાઈએ ઑટોગ્રાફ કરીને લખ્યું હતું કે ‘ટીમ ઇન્ડિયાના સૌથી મોટા સપોર્ટર નરેન્દ્ર મોદી.’

narendra modi commonwealth games athletics sports news sports