પ્રેક્ષકો વગર મૅચ રમતી વખતે પ્રૅક્ટિસ કરતા હોય એવું લાગે છે: મેસી

23 December, 2020 02:52 PM IST  |  Lisbon | Gujarati Mid-day Correspondent

પ્રેક્ષકો વગર મૅચ રમતી વખતે પ્રૅક્ટિસ કરતા હોય એવું લાગે છે: મેસી

લિઓનેલ મેસી

બાર્સેલોનાનો સ્ટાર સ્ટ્રાઇકર લિઓનેલ મેસીને સ્ટેડિયમમાં પ્રેક્ષકો વગર રમવાનું જરાય ગમતું નથી અને બોરિંગ લાગે છે. મેસીએ કહ્યું કે ‘ફૅન્સ વગર મૅચ રમવાનો અનુભવ ખૂબ ખરાબ રહ્યો છે. સ્ટેડિયમમાં પ્રેક્ષકો વગર મૅચ રમતી વખતે અમે પ્રૅક્ટિસશ કરતા હોય એવું લાગે છે. આ વખતે બધી મૅચોમાં બરાબરની ટક્કર જોવા મળે છે. એવું એટલા માટે છે કે દર્શકો વગર કોઈની સામે મૅચ જીતવી મુશ્કેલ લાગી રહી છે. હું આશા કરું છું કે આ પરિસ્થિતિ જલદી ખતમ થાય અને ફૅન્સ ફરી મેદાનમાં ઊમટી પડે.’

sports sports news lionel messi