જાતીય સતામણીના કિસ્સા બનતા રહેશે તો પેરન્ટ્સ દીકરીઓને સ્પોર્ટ‍્સમાં નહીં મોકલે

20 June, 2022 01:06 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

આવી પ્રતિક્રિયા દેશની ટોચની તીરંદાજ દીપિકા કુમારી અને અન્યોએ વ્યક્ત કરી હતી

પ્રતીકાત્મક તસવીર

ભારતીય સાઇક્લિસ્ટે અને પછી નૌકા હરીફાઇઈની એક ભારતીય ઍથ્લીટે પોતાની સાથે કોચે જાતીય સતામણી કરી હોવાની સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયાને ફરિયાદ કરી એને પગલે દેશની રમતગમત ક્ષેત્રની કેટલીક હસ્તીઓએ કહ્યું છે કે જો મહિલા ઍથ્લીટો સાથે કોચની જાતીય સતામણીના કિસ્સા બનતા રહેશે તો પેરન્ટ્સ પોતાની દીકરીઓને ખેલકૂદમાં કારકિર્દી બનાવવા પ્રોત્સાહિત નહીં કરે. આવી પ્રતિક્રિયા દેશની ટોચની તીરંદાજ દીપિકા કુમારી, ભૂતપૂર્વ ક્રિકેટર શાંતા રંગાસ્વામી, રેસલર સરિતા મોર, તીરંદાજ લૈશરામ બૉમ્બાયલા દેવી અને ભૂતપૂર્વ હૉકી કૅપ્ટન સરદાર સિંહે ગઈ કાલે વ્યક્ત કરી હતી.

sports sports news