21 June, 2026 02:56 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
૨૭૪ દિવસ પછી વાપસી કરી રહેલો નીરજ ચોપડા પોતાના પ્રદર્શનથી નિરાશ જોવા મળ્યો.
શુક્રવારે મોડી રાતે બે વખતના ઑલિમ્પિક્સ મેડલ વિજેતા નીરજ ચોપડાએ કમ્પેટેટિવ ઍથ્લેટિક્સમાં વાપસી કરી હતી. ૯ મહિના બાદ જૅવલિન થ્રો સ્પર્ધામાં ભાગ લઈ રહેલો નીરજ ચોપડા ૮૫.૬૯ મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે ચોથા ક્રમે રહ્યો હતો.
ગયા અઠવાડિયે કૉમનવેલ્થ ગેમ્સ માટે જાહેર થયેલી ભારતીય ટીમમાં શરતો અનુસાર નીરજ ચોપડાને સ્થાન મળ્યું હતું. ઍથ્લેટિક્સ ફેડરેશન ઑફ ઇન્ડિયાની શરત અનુસાર ૮૨.૬૧ મીટરના ક્વૉલિફાઇંગ માર્કને વટાવીને નીરજ ચોપડાએ કૉમનવેલ્થ ગેમ્સની ટિકિટ કન્ફર્મ કરી લીધી છે.