કોરોનાની મહામારી વચ્ચે ઑલિમ્પિક ફ્લૅમ પહોંચી જપાન

21 March, 2020 12:54 PM IST  |  Japan | Gujarati Mid-day Correspondent

કોરોનાની મહામારી વચ્ચે ઑલિમ્પિક ફ્લૅમ પહોંચી જપાન

વિશ્વભરમાં કોરોના વાઇરસની મહામારી ફેલાયેલી છે એની વચ્ચે ઑલિમ્પિક ફ્લૅમ ગઈ કાલે જપાન પહોંચી ગઈ હતી. ટોક્યો ગેમ્સને શરૂ થવામાં હજી ચાર મહિનાનર વાર છે. ગઈ કાલે આ ફ્લૅમ લઈને ચાર્ટર્ડ ઍરક્રાફ્ટ જપાનના મત્સુસિમા ખાતે આવેલા જૅપનીઝ ઍર સેલ્ફ-ડિફેન્સ ફોર્સ પર લૅન્ડ થયું હતું. જોકે આ ફ્લૅમના સ્વાગત માટે રાખવામાં આવેલી સેરેમની કોરોનાના ડરને કારણે રદ કરવામાં આવી હતી. આ ફ્લૅમ સાથેની માર્ચ ૨૬મી માર્ચથી શરૂ થશે અને ટોક્યો ઑૅલિમ્પિકના દિવસે એટલે કે જુલાઈ ૨૪મીએ પાછી પહોંચશે.

tokyo olympics 2020 sports news