૩૬ વર્ષનો નોવાક જૉકોવિચ સૌથી મોટી ઉંમરે નંબર વન ખેલાડી બન્યો રૉજર ફેડરરનો રેકૉર્ડ તોડ્યો

10 April, 2024 06:58 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જૉકોવિચ કુલ ૪૨૦ અઠવાડિયાં માટે ટોચ પર રહ્યો હતો, જ્યારે ફેડરર ૩૧૦ અઠવાડિયાં સુધી નંબર વન રહ્યો

નોવાક જૉકોવિચની ફાઇલ તસ્વીર

સર્બિયન ટેનિસ સ્ટાર નોવાક જૉકોવિચે ભૂતપૂર્વ સ્વિસ ખેલાડી રૉજર ફેડરરનો અનોખો રેકૉર્ડ તોડ્યો છે. ૩૬ વર્ષનો નોવાક જૉકોવિચ એટીપી ટૂરના કમ્પ્યુટરાઇઝ્‍ડ રૅન્કિંગ્સમાં નંબર વન બનનાર સૌથી મોટી ઉંમરનો ખેલાડી બન્યો છે. જૉકોવિચ આવતા મહિને ૩૭ વર્ષનો થશે. જૉકોવિચ કુલ ૪૨૦ અઠવાડિયાં માટે ટોચ પર રહ્યો હતો, જ્યારે ફેડરર ૩૧૦ અઠવાડિયાં સુધી નંબર વન રહ્યો હતો. સોમવારે જાહેર કરાયેલાં રૅન્કિંગ્સમાં ઑસ્ટ્રેલિયન ઓપન ચૅમ્પિયન યાનિક સિનર બીજા સ્થાને છે, જ્યારે સ્પેનનો કાર્લોસ અલ્કારાઝ ત્રીજા સ્થાને છે.

sports news sports novak djokovic tennis news champions tennis league