જૉકોવિચની ગ્રૅન્ડ સ્લૅમમાં ટ્રિપલ સેન્ચુરી

15 February, 2021 01:17 PM IST  |  Melbour | Gujarati Mid-day Correspondent

જૉકોવિચની ગ્રૅન્ડ સ્લૅમમાં ટ્રિપલ સેન્ચુરી

ગઈ કાલે આઠ વાર ઑસ્ટ્રેલિયન ઓપનના ચૅમ્પિયન નોવાક જૉકોવિચે મિલોસ રૅઓનિકને ચાર સેટમાં હરાવી ક્વૉર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી હતી. ગ્રૅન્ડ સ્લૅમની મૅચમાં આ તેની ૩૦૦મી વિનિંગ મૅચ હતી. આટલી ગ્રૅન્ડ સ્લૅમ મૅચ જીતનારો તે રૉજર ફેડરર બાદ બીજો પ્લેયર બન્યો છે. ત્રીજા રાઉન્ડની મૅચમાં જૉકોવિચ પીડાથી કણસતો જોવા મ‍ળ્યો હતો અને આ મૅચમાં તે જમણી હિપ પર ટેપ પહેરીને રમ્યો હતો, જેમાં તેણે ૨૦૧૬ વિમ્બલ્ડન ફાઇનલિસ્ટ રૅઓનિકને ૭-૬ (૪), ૪-૬, ૬-૧, ૬-૪થી હરાવ્યો હતો.

પુરુષ એકલની અન્ય એક મૅચમાં ડોમિનિક થીએમને ગ્રિગોર દિમિત્રોવ સામે ૪-૬, ૪-૬, ૦-૬થી પરાજયનો સામનો કરવો પડ્યો હતો

ઑસ્ટ્રેલિયન ઓપનના મહિલા એકલ વર્ગમાં સિમોના હેલેપ, સેરેના વિલિયમ્સ અને નાઓમી ઓસાકાએ પણ પોતાની આગેકૂચ બરકરાર રાખી હતી. સિમોના હેલેપે ઇગા સ્વિઆટેકને ૩-૬, ૬-૧, ૬-૪થી અને સેરેના વિલિયમ્સે આર્યના સબલેન્કાને ૬-૪, ૨-૬, ૬-૪થી પરાજય આપ્યો હતો, જ્યારે નાઓમી ઓસાકાએ ગર્બિના મુગુરુઝાને ૪-૬, ૬-૪, ૭-૫થી હરાવી હતી.

sports sports news