રોનાલ્ડોને હટાવીને નેમાર બન્યો બ્રાઝિલનો સેકન્ડ હાઇએસ્ટ ગોલ-સ્કોરર

15 October, 2020 02:40 PM IST  |  Lima | IANS

રોનાલ્ડોને હટાવીને નેમાર બન્યો બ્રાઝિલનો સેકન્ડ હાઇએસ્ટ ગોલ-સ્કોરર

નેમાર

મંગળવારે ફિફા વર્લ્ડ કપ ૨૦૨૨ના કવૉલિફાયરમાં પેરુ સામે નેમારની હૅટટ્રિકના દમ પર બ્રાઝિલ‍ને ૪-૨થી વિજય મળ્યો હતો. આ હૅટટ્રિક સાથે નેમારના બ્રાઝિલ માટે ઇન્ટરનૅશનલ લેવલ પર ૧૦૪ ગેમમાં ૬૪ ગોલ થયા છે અને એ બ્રાઝિલ વતી સૌથી વધુ ગોલ કરવામાં બીજા નંબરે પહોંચી ગયો છે. અત્યાર સુધી  રોનાલ્ડો ૯૮ મૅચમાં ૬૨ ગોલ સાથે બીજા નંબરે હતો. લેજન્ડરી સ્ટ્રાઇકર પેલે આ યાદીમાં ૭૭ ગોલ સાથે નંબર-વન છે.

football cristiano ronaldo neymar