ન્યુઝ શોર્ટમાં : એક ક્લિકમાં વાંચો રમત જગતના સમાચાર

10 September, 2021 11:41 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

મનિકાએ કરેલા ફિક્સિંગના આરોપ બદલ મીટિંગ; સૈયદ મોદી ટુર્નામેન્ટ રદ અને વધુ સમાચાર

રિકી પૉન્ટિંગ

મનિકાએ કરેલા ફિક્સિંગના આરોપ બદલ મીટિંગ

સ્ટાર ખેલાડી મનિકા બત્રાએ નૅશનલ કોચ સૌમ્યદીપ રૉય પર મૂકેલા મૅચ-ફિક્સિંગના આરોપોની ચર્ચા કરવા માટે ટેબલ ટેનિસ ફેડરેશન ઑફ ઇન્ડિયાએ શનિવારે એની એક એક્ઝિક્યુટિવ કમિટીની બેઠકબ બબોલાબબવીબ છે. ફેડરેશને આપેલી નોટિસના જવાબમાં મનિકાએ કહ્યું કે નૅશનલ કોચે માર્ચ મહિનામાં મને મૅચ હારી જવાનું કહ્યું હતું. આ મામલે ફેડરેશે કોચ પાસે લેખિત ખુલાસો પણ માગ્યો છે. સમગ્ર મુદ્દે વર્ચ્યુઅલ ચર્ચા કરવામાં આવશે.

 

દિલ્હીનો કોચ રિકી પૉન્ટિંગ પહોંચ્યો દુબઈ

યુએઈમાં શરૂ થનારા આઇપીએલના બીજા તબક્કા માટે કોચ રિકી પૉન્ટિંગ દુબઈ પહોંચ્યો છે. તે છેલ્લા ૨૦૧૮થી આ ટીમનો હેડ કોચ છે. તેના માર્ગદર્શનમાં ટીમ પહેલી વખત ૨૦૧૮માં સૌથી છેલ્લા ક્રમાંકે, ત્યાર બાદ ૨૦૧૯માં ત્રીજા ક્રમાંક પર અને ૨૦૨૦માં રનર્સ-અપ રહી હતી. આ વખતે ૮ મૅચમાં ૧૨ પૉઇન્ટ સાથે દિલ્હીની ટીમ પૉઇન્ટ ટેબલ પર ટોચ પર છે. દિલ્હીની ટીમ ૨૨ સપ્ટેમ્બરે દુબઈમાં હૈદરાબાદ સામે પોતાની પહેલી મૅચ રમશે.

 

સૈયદ મોદી ટુર્નામેન્ટ રદ

બૅડ્મિન્ટન વર્લ્ડ ફેડરેશન દ્વારા સતત બીજા વર્ષે સૈયદ મોદી ઇન્ટરનૅશનલ સુપર ૩૦૦ ટુર્નામેન્ટ રદ કરી હતી. ગયા વર્ષે કોરોનાને કારણે આ સ્પર્ધા રદ કરવામાં આવી હતી. આ વર્ષે ૧૨થી ૧૭ ઑક્ટોબર દરમ્યાન એનું આયોજન થવાનું હતું. ફેડરેશન દ્વારા આ વર્ષે કોરોનાને કારણે ઘણી ટુર્નામેન્ટ રદ કરી છે. ફેડરેશને જણાવ્યું હતું કે આ સ્પર્ધાના આયોજક બૅડ્મિન્ટન અસોસિએશન ઑફ ઇન્ડિયાએ સ્થાનિક સરકાર સાથે ચર્ચા કર્યા બાદ આ નિર્ણય લીધો હતો. ગયા મહિને ફેડરેશને કોરિયા ઓપન, મકાઉ ઓપન અને તાઇપેઇ ઓપન રદ કરી હતી.

sports sports news