ન્યુઝ શોર્ટમાં: એક ક્લિકમાં વાંચો રમત જગતના સમાચાર

24 July, 2021 02:56 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

અમેરિકાના સ્વિમરે વૅક્સિન લેવાની ના પાડી દીધી; પહેલવાન સુશીલકુમાર જેલમાં જોશે ઑલિમ્પિક્સ અને વધુ સમાચાર

નાઓમી ઓસાકાએ પ્રજ્વલિત કરી જ્યોત

નાઓમી ઓસાકાએ પ્રજ્વલિત કરી જ્યોત

જપાનની ટેનિસ ખેલાડી નાઓમી ઓસાકાએ સ્ટેડિયમમાં મૂકવામાં આવેલા ઑલિમ્પિક્સની જ્યોત પ્રજ્વલિત કરી હતી. આ સાથે જ ઑલિમ્પિકનો આધિકારિક રીતે પ્રારંભ થયો હતો. આસાકાને મશાલ નાનાં બાળકોએ આપી હતી જેના દ્વારા તેણે આ જ્યોત પ્રગટાવી હતી. આ બાળકો સુનામી અને અણુઅકસ્માતનો ભોગ બન્યાં હતાં. અંદાજે ૧૦૦૦ જેટલા વીઆઇપી તથા થોડા ઍથ્લીટની હાજરીમાં આ કાર્યક્રમ પાર પાડવામાં આવ્યો હતો.

 

અમેરિકાના સ્વિમરે વૅક્સિન લેવાની ના પાડી દીધી

અમેરિકાના સ્વિમર માઇકલ ઍન્ડ્રુએ કોરોના સામેની વૅક્સિન લેવાની ના પાડતાં નવા વિવાદને જન્મ આપ્યો છે. ઍન્ડ્રએ રિપોર્ટરને કહ્યું હતું કે છેલ્લી ઘડીએ એવી કોઈ પણ વસ્તુ મારા શરીરમાં દાખલ કરવા માગતો નથી જેને કારણે ઑલિમ્પિક્સના મારા પ્રદર્શન પર કોઈ અસર પડે, કારણ કે મને નથી ખબર કે આ વસ્તુની કેવી પ્રતિક્રિયા મારું શરીર આપશે. એક ઍથ્લીટ તરીકે અમારે બધી વાતોની કાળજી રાખવાની હોય છે.’ આંતરરાષ્ટ્રીય ઑલિમ્પિક સમિતિએ પણ ખેલાડીઓ માટે વૅક્સિન લેવાનું ફરજિયાત બનાવ્યું નથી. આમ ઍન્ડ્રુએ પોતે વૅક્સિન નથી લીધી એ વાત જાહેર કરીને નવા વિવાદને જન્મ આપ્યો છે.

 

પહેલવાન સુશીલકુમાર જેલમાં જોશે ઑલિમ્પિક્સ

હત્યાના કેસમાં તિહાડ જેલમાં બંધ પહેલવાન સુશીલકુમારને જેલમાં ટીવી જોવાની સુવિધા મળી ગઈ છે. તે અન્ય કેદીઓની સાથે જેલમાં ઑલિમ્પિક્સ જોઈ શકે છે. સુશીલકુમારે ટીવીની માગણી કરી હતી. જેલના અધિકારીએ તેની બેરેકમાં નહીં, પણ વૉર્ડમાં ટીવી ગોઠવ્યું છે જેમાં અન્ય કેદીઓની સાથે તે ઑલિમ્પિક્સનો આનંદ ઉઠાવી શકે છે. સવારે ૬થી ૧૨ અને બપોરે ૩થી ૭ વાગ્યા સુધી ટીવી જોઈ શકાશે.

sports sports news