News In Shorts: સાત્વિક - ચિરાગ ચીની હરીફોને હરાવી ચૅમ્પિયન

27 March, 2023 12:39 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

તેમણે ફાઇનલમાં ચીનના રેન શિઆન્ગ યુ અને ટૅન કિઆન્ગને ૫૪ મિનિટે ૨૧-૧૯, ૨૪-૨૨થી હરાવી દીધા હતા

સાત્વિક - ચિરાગ ચીની હરીફોને હરાવી ચૅમ્પિયન

સાત્વિક - ચિરાગ ચીની હરીફોને હરાવી ચૅમ્પિયન

સ્વિટ્ઝરલૅન્ડના બેઝલમાં ગઈ કાલે ભારતના સાત્વિકસાઈરાજ રૅન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ સ્વિસ ઓપન સુપર-૩૦૦ બૅડ્મિન્ટન ટુર્નામેન્ટમાં ટાઇટલ જીતી લીધું હતું. તેમણે ફાઇનલમાં ચીનના રેન શિઆન્ગ યુ અને ટૅન કિઆન્ગને ૫૪ મિનિટે ૨૧-૧૯, ૨૪-૨૨થી હરાવી દીધા હતા. સાત્વિક-ચિરાગનું પાંચમું વર્લ્ડ ટાઇટલ છે.

શૂટિંગ વર્લ્ડ કપમાં સમરા જીતી બ્રૉન્ઝ મેડલ

ભોપાલના રાઇફલ અને પિસ્તોલના શૂટિંગ વર્લ્ડ કપમાં ગઈ કાલે ભારતની સિફત કૌર સમરા બીજો સિનિયર મેડલ જીતી હતી. તેણે ૫૦ મીટર રાઇફલ થ્રી-પી વર્ગમાં બ્રૉન્ઝ જીતી લીધો હતો. નૅશનલ ચૅમ્પિયન સમરાએ ૪૦૩.૯ પૉઇન્ટ સાથે ત્રીજા સ્થાને આવીને કાંસ્યચંદ્રક જીતી લીધો હતો.

ડિકૉકની સદીએ હાઇએસ્ટ ચેઝ સાથે અપાવી જીત

ક્વિન્ટન ડિકૉકે (૧૦૦ રન, ૪૪ બૉલ, ૮ સિક્સર, ૯ ફોર) ગઈ કાલે સેન્ચુરિયનમાં વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી ટી૨૦માં વિજય અપાવીને સિરીઝ ૧-૧થી લેવલ કરી આપી હતી. ૨૫૯ રનનો લક્ષ્યાંક મળ્યા બાદ ડિકૉક અને રીઝા હેન્ડ્રિક્સ (૬૮ રન, ૨૮ બૉલ, બે સિક્સર, અગિયાર ફોર)ની જોડીએ ૧૫૨ રનની ભાગીદારી કરી હતી. યજમાન ટીમે ૧૮.૫ ઓવરમાં (૭ બૉલ બાકી રાખીને) ૪ વિકેટે ૨૫૯ રન બનાવી લીધા હતા. ટી૨૦ ઇન્ટરનૅશનલ્સમાં આ સૌથી મોટો સફળ ચેઝ છે. કૅપ્ટન માર્કરમ ૩૮ અને ક્લાસેન ૧૬ રને અણનમ રહ્યા હતા. એ પહેલાં, કૅરિબિયન ટીમે પાંચ વિકેટે ૨૫૮ રન બનાવ્યા હતા, જેમાં જૉન્સન ચાર્લ્સ (૧૧૮ રન, ૪૬ બૉલ, ૧૧ સિક્સર, ૧૦ ફોર)નું સૌથી મોટું યોગદાન હતું.

sports news sports cricket news badminton news